ગુજરાત

gujarat

ETV Bharat / sports

29 બોલમાં 33 રને આઉટ થતાં કોહલીએ ખુરશી પર ઉતાર્યો ગુસ્સો - રોયલ ચેલેન્જર્સ બેંગલોર

બુધવારે રાત્રે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે RCBની મેચ દરમિયાન વિરાટ કોહલીએ IPLના નિયમોનો ભંગ કર્યો હતો. 29 બોલમાં 33 રને આઉટ થતાં કોહલી અસ્વસ્થ હતો અને તેણે પોતાનો ગુસ્સો RCBના ડગઆઉટમાં ખુરશી પર ઉતાર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કોહલી
કોહલી

By

Published : Apr 15, 2021, 1:33 PM IST

Updated : Apr 15, 2021, 6:46 PM IST

  • ઓછા રન થતાં કોહલીએ ખુરશી પર ઉતાર્યો ગુસ્સો
  • કોહલીના ગુસ્સાનો વીડિયો થયો વાઈરલ
  • સતત બીજી વાર કોહલી 50 કરવામાં નિષ્ફળ

ચેન્નાઈ(તમિલનાડુ): રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીને બુધવારે રાત્રે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે RCBની મેચ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નિયમોનો ભંગ કરવા બદલ ઠપકો અપાયો હતો. IPLના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, " કોહલીએ IPLની નિયમોમાંથી લેવલ 1ની 2.2 કલમના ગુનાની કબૂલાત કરી હતી. નિયમોના લેવલ 1 ના ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે."

આ પણ વાંચો:IND vs ENG: કોહલીએ પિચ પર દોડતા ઇંગ્લેન્ડના બેટ્સમેનો પર નારાજગી વ્યક્ત કરી

કોહલી સતત બીજી વાર 33 પર આઉટ

આ અગાઉ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં 29 બોલમાં 33 રને આઉટ થતાં કોહલી નારાજ થયો હતો અને RCB ડગઆઉટમાં ખુરશી પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.ટીમના ડગઆઉટ પર પાછા જતા હતાશ કોહલીએ તેની બેટ ખુરશી પર પછાડી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.IPLની સતત બીજી મેચમાં કોહલી 33 રનમાં આઉટ થઈ ગયો હતો અને પોતાની 50 પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ તેણે 33 રન જ બનાવ્યા હતા.

Last Updated : Apr 15, 2021, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details