ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોહલી IPLના ઇતિહાસમાં 6,000 રન સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો

રાજસ્થાન રોયલ્સ સામેની શરૂઆતની વિકેટ માટે દેવદત્ત પાદિકલની સાથે શાનદાર સદીની ભાગીદારીમાં અડધી સદી ફટકારનાર કોહલીએ લેન્ડમાર્ક પર પહોંચવા માટે 1 ફાઈન લેગ રમ્યો હતો.

ipl
કોહલી IPLના ઇતિહાસમાં 6,000 રન સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો

By

Published : Apr 23, 2021, 7:52 AM IST

  • IPLમાં કોહલીએ 6000ના માઇલ્સ સ્ટોન પર પહોંચ્યો
  • IPLના ઇતિહાસમાં પ્રથમવાર
  • રૈના-શિખર કરતા કોહલી આગળ

મુંબઇ : ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) નો કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઇતિહાસમાં 6,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

6000ના માઇલ્સ સ્ટોન પર પહોચ્યો કોહલી

રાજસ્થાન રોયલ્સ સામેની શરૂઆતની વિકેટ માટે દેવદત્ત પાદિકલની સાથે શાનદાર સદીની ભાગીદારીમાં અડધી સદી ફટકારનાર કોહલી લેન્ડમાર્ક પર પહોંચવા માટે 1 ફાઈન લેગ રમ્યો હતો. 6000 રનના લેન્ડમાર્ક પર પહોંચતા પહેલા રાઈટ હેન્ડેડ બેટ્સમેન આ આઇપીએલ સીઝનની તેની પહેલી અડધી સદી સુધી પહોંચ્યો હતો.

વિરાટ કોહલી, શિખર-રૈના કરતા આગળ

વિરાટ કોહલી સુરેશ રૈના (5448) અને શિખર ધવન(5428) કરતા ઘણો આગળ છે. જે બંન્ને માત્ર 500 રન પાછળ છે વિરાટ કોહલીથી. ગુરુવારે RR સામેની મેચ કોહલીની 196 મી મેચ હતી. તેણે IPL કારકિર્દીમાં 500 થી વધુ ચોગ્ગા અને 200 થી વધુ છગ્ગા ફટકાર્યા છે. RR સામેની રમત પહેલા, તેણે સિઝની પહેલી મેચમાં 33 રન કર્યા હતા અને બીજી મેચમાં 5 રન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details