ગુજરાત

gujarat

ETV Bharat / sports

પંજાબ કિંગ્સને 5 વિકેટથી હરાવી KKR 5મા નંબરે પહોંચી

IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનમાં 6 મેચ રમી છે, જેમાંથી 2 મેચમાં જીત મેળવી છે. આ સાથે જ ટીમનો સ્કોર હવે 4 પોઈન્ટ થઈ ગયો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના બોલરોના શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી. IPLની આ સિઝનમાં 21મી મેચમાં પંજાબ કિંગ્સને 5 વિકેટથી હરાવીને KKRએ બીજી જીત મેળવી છે.

By

Published : Apr 27, 2021, 9:29 AM IST

પંજાબ કિંગ્સને 5 વિકેટથી હરાવી KKR 5મા નંબરે પહોંચી
પંજાબ કિંગ્સને 5 વિકેટથી હરાવી KKR 5મા નંબરે પહોંચી

  • IPLની 14મી સિઝનમાં KKRએ મેળવી બીજી જીત
  • અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને KKR વચ્ચે યોજાઈ હતી મેચ
  • શાનદાર બોલિંગના કારણે KKRએ પંજાબ કિંગ્સને હરાવ્યું

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ) અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ટોસ જીતીને KKRએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સે 9 વિકેટ પર 123 રન બનાવ્યા હતા. જ્યારે KKRએ 16.4 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.

આ પણ વાંચોઃકોરોના સંક્રમિત પરિવારને સાથ આપવા અશ્વિને IPLમાંથી બ્રેક લીધો

KKRની સતત ચાર હાર પછી આ પહેલી જીત

કોલકાતાની આ સિઝનમાં 6 મેચમાંથી બીજી જીત છે. ટીમનો સ્કોર હવે 4 પોઈન્ટ થઈ ગયો છે અને આ સાથે જ ટીમ પાચમા નંબરે પહોંચી ગઈ છે. KKRની સતત ચાર હાર પછી આ પહેલી જીત છે. પંજાબની 6 મેચમાં ચોથી હાર છે. જ્યારે પંજાબ કિંગ્સ છઠ્ઠા નંબરે પહોંચી છે.

આ પણ વાંચોઃIPL- 14: મુંબઈમાં ટેબલ ટોપર કોહલી અને ધોની વચ્ચે ટક્કર

KKRના રાહુલ ત્રિપાઠી અને ઈયોન મોર્ગને ટીમને સંભાળી

KKRની ટીમે 17 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. KKRના શુભમન ગીલ (9), નીતિશ રાણા (0) અને સુનીલ નારાયણ (0) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ 41, કેપ્ટન ઈયોન મોર્ગન 47 નોટઆઉટે 48 બોલ પર 66 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી હતી. ત્યારબાદ ત્રિપાઠી આઉટ થઈ ગયો હતો. ત્રિપાઠીએ 32 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સ KKRને મોટું લક્ષ્ય ન આપી શકી

પંજાબ કિંગ્સના મોહમ્મદ શમી, મોસેઝ, આનરીકેજ, અર્શદીપ સિંહ અને દિપક હુડ્ડાએ 1-1 વિકેટ લીધી હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમના કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે પહેલી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ટીમ સપૂર્ણ રીતે નબળી પડી ગઈ અને KKRને મોટું લક્ષ્ય ન આપી શકી.

ABOUT THE AUTHOR

...view details