નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ધીમે ધીમે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં તેણે અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદી ફટકારીને જોસ બટલરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગુરુવારે KKR માટે મુશ્કેલીનિવારક બનેલા શાર્દુલે 7મા નંબરે બેટિંગ કરીને ટીમ માટે શાનદાર ઇનિંગ રમી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈડન ગાર્ડન્સમાં 20 બોલમાં 50 રન બનાવીને ઘણા અનુભવી બેટ્સમેન કરતાં આગળ નીકળી ગયો હતો.
ટીમ મુસીબતમાં હતીઃજો કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શાર્દુલ ઠાકુરની પણ તે પ્રથમ અડધી સદી હતી. પરંતુ જે સમય અને રીતમાં આ અડધી સદી આવી છે તેના વખાણ થઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, શાર્દુલ ઠાકુર હવે માત્ર ફાસ્ટ બોલર તરીકે જ નહીં પરંતુ એક સારા ઓલરાઉન્ડર તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે કેકેઆરએ RCB સાથે રમાઈ રહેલી મેચમાં સતત બે બોલ પર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને આન્દ્રે રસેલને ગુમાવ્યા હતા. ત્યાર બાદ શાર્દુલ ઠાકુરે ટીમ માટે ધમાકેદાર બેટિંગ કરી અને મેચમાં 29 બોલમાં 68 રન બનાવીને પોતાની બેટિંગનું કૌશલ્ય બતાવ્યું હતું.
આ પણ વાંચોઃIPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોય રિચર્ડસનની જગ્યાએ રિલે મેરેડિથની વાપસી