મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના લિમિટેડ ઓવરના કેપ્ટન કિરોન પોલાર્ડે (West Indies Kieron Pollard) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી (Kieron Pollard Retirement) છે. તેમણે 20 એપ્રિલ, બુધવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર પોલાર્ડે તેની કારકિર્દીમાં કુલ 224 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પોલાર્ડ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (Kieron Pollard IPL) 2022માં રમી રહ્યો છે. પોલાર્ડે 2013માં પ્રથમ વખત ODIમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. વર્ષ 2019માં તેને ટી20માં કેપ્ટનશિપની તક મળી.
સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે : તમને જણાવી દઈએ કે 33 વર્ષીય પોલાર્ડ વર્ષ 2007માં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે રમ્યો હતો. તેની છેલ્લી ODI મેચ 6 ફેબ્રુઆરી 2022 ના રોજ અમદાવાદમાં ભારત સામે હતી. T20ની વાત કરીએ તો પોલાર્ડે 2008માં ઓસ્ટ્રેલિયા સામે બ્રિજટાઉનમાં પ્રથમ મેચ રમી હતી. તેની છેલ્લી T20 મેચ 20 ફેબ્રુઆરી 2022ના રોજ કોલકાતામાં ભારત સામે હતી.
આ પણ વાંચો:Assam Police Arrested Jignesh Mevani: ભાજપ સરકાર ખોટા કેસો કરે છે, જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસ વિફર્યુ
નિવૃત્તિની જાહેરાત કરતાં તેણે કહ્યું કે, હું વિવિધ પસંદગીકારો, ટીમ મેનેજમેન્ટ અને ખાસ કરીને કોચ (Kieron Pollard coach) ફિલ સિમોન્સનો આભારી છું કે, તેઓ મારામાં રહેલી ક્ષમતા જોઈને અને મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મારામાં વિશ્વાસ રાખ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે મારામાં જે આત્મવિશ્વાસ દર્શાવ્યો તે ખાસ કરીને શાનદાર હતો. મેં ટીમનું નેતૃત્વ કરીને પડકારનો સામનો કર્યો. હું ખાસ કરીને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના પ્રેસિડેન્ટ રિકી સ્કેરીટનો મારા કેપ્ટન તરીકેના સમય દરમિયાન તેમના અતૂટ સમર્થન અને પ્રોત્સાહન માટે આભાર માનું છું.
આ પણ વાંચો:fourth wave in India: ટોચના વૈજ્ઞાનિક કહે, ચોથી કોવિડ વેવ? કોઈ શક્યતા જ નથી
પોલાર્ડે 24 વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન 12 મેચ જીતી અને 12માં હારનો સામનો કરવો પડ્યો. T20 ક્રિકેટમાં તેણે 39 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન પોલાર્ડે 13 મેચ જીતી અને 21 મેચ હારી. પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જણાવી દઈએ કે, પોલાર્ડે વર્ષ 2021માં શ્રીલંકા સામે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે અકિલા ધનંજયની ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પછી પોલાર્ડ T20 ઈન્ટરનેશનલમાં આવું કરનાર બીજો બેટ્સમેન છે.