- મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ બંનેની સ્થિતિ એક સરખી
- બંને ટીમો તેમની પ્લેઓફની આશાઓને જીવંત રાખવા માટે મેદાને આવશે
- મુંબઈ અને રાજસ્થાન વચ્ચે 24 મેચ રમાય
શારજાહ: મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ બંનેની સ્થિતિ એક સરખી છે અને બંનેના 12 મેચમાંથી 10 પોઇન્ટ પર છે. મુંબઈ અને રાજસ્થાન મંગળવારે મેચ રમાશે, જ્યાં બંને ટીમો તેમની પ્લેઓફની આશાઓને જીવંત રાખવા માટે મેદાને આવશે.
મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે હાર
રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2021 ના બીજા ચરણમાં સારું પ્રદર્શન રહ્યું ન હતું અને છેલ્લી 5 મેચમાંથી 4 મેચ હારી ગઈ હતી. તેને પંજાબ કિંગ્સ સામે તેની એકમાત્ર જીત મળવી છે. જોકે, મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું પણ તેમનો પ્રયાસ સફળ થયો ન હતો.
રાજસ્થાનની ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી
રાજસ્થાનની હાલત પણ કાંઈક આવી જ છે, તેઓએ છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે.
રાજસ્થાનના ખેલાડીઓનું ચેન્નઈ સામે સારું પ્રદર્શન
રાજસ્થાન માટે, યશસ્વી જયસ્વાલ (50) અને શિવમ દુબે (અણનમ) એ ચેન્નઈ સામે સારું પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી હતી.