ગુજરાત

gujarat

ETV Bharat / sports

રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સના નૉર્ખિયાએ કહ્યું- આ મેચ સરળ નહીં રહે - એનરિક નૉર્ખિયા

રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ પહેલાં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બૉલરે નૉર્ખિયાએ વર્ચ્યુઅલ પ્રેસ વાતચીતમાં કહ્યું કે, "અમારે જલદીથી અબુધાબીના વાતાવરણમાં ઢળવું પડશે અને જોવું પડશે કે અમારે શું કરવાની જરૂર છે. આ મુકાબલો સરળ નથી રહેવાનો અને ગરમી મોટું કારણ બનશે. આશા કરું છું કે અમે અમારી પ્રતિભા પર નિયંત્રણ રાખી શકીશું અને એ ચીજ પર ધ્યાન કેન્દ્રીત કરીશું જ્યાં જરૂરી છે."

દિલ્હી કેપિટલ્સના નૉર્ખિયાએ કહ્યું- RR સામેની મેચ સરળ નહીં રહે
દિલ્હી કેપિટલ્સના નૉર્ખિયાએ કહ્યું- RR સામેની મેચ સરળ નહીં રહે

By

Published : Sep 25, 2021, 2:03 PM IST

  • રાજનસ્થાન સામેની મેચ પહેલા બોલ્યો દિલ્હીનો બૉલર નૉર્ખિયા
  • અબુધાબીના વાતાવરણ સાથે જલદી અનુકૂળ થવું જરૂરી
  • બૉલિંગની ગતિ પર મેદાનમાં હોય ત્યારે નથી કરતો ધ્યાન કેન્દ્રીત
  • પોન્ટિંગનું સાથે હોવું ઘણું સારું, તેઓ ચીજોને સારી રીતે સમજાવે છે

દુબઈ: દિલ્હી કેપિટલ્સના મુખ્ય ઝડપી બોલર એનરિક નૉર્ખિયાનું માનવું છે કે રાજસ્થાન રૉયલ્સની વિરુદ્ધ શનિવારના થનારી મેચ સરળ નથી રહેવાની. નૉર્ખિયાએ સાથે જ કહ્યું કે, ટીમે અબુધાબીના વાતાવરણમાં જલદીથી ઢળવું પડશે. દિલ્હી ટીમ અત્યારે 9 મેચોમાં 14 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

અબુધાબીના વાતાવરણમાં જલદી ઢળવું જરૂરી

નૉર્ખિયાએ વર્ચ્યુઅલ પ્રેસ વાતચીતમાં કહ્યું કે, "અમારે જલદી અબુધાબીના વાતાવરણમાં ઢળવું પડશે અને જોવું પડશે કે અમારે શું કરવાની જરૂર છે. આ મુકાબલો સરળ નથી રહેવાનો અને ગરમી મોટું કારણ રહેશે. આશા કરું છું કે અમે અમારી પ્રતિભા પર નિયંત્રણ રાખી શકીશું અને એ ચીજ પર ધ્યાન કેન્દ્રીત કરીશું જ્યાં જરૂરીયાત છે."

મેદાનમાં બૉલિંગની ગતિ વિશે નથી વિચારતો

151.71 કિમી પ્રતિ કલાકની સાથે IPL 2021 સીઝનની ટોચની સૌથી ઝડપી ડિલીવરી ફેંકનારા નૉર્ખિયાએ ખુલાસો કર્યો છે કે તે બૉલિંગ કરતા સમયે ઉચ્ચ ગતિને ધ્યાને રાખીને બૉલ ફેંકતો નથી.

ટ્રેનિંગ દરમિયાન તાકાત પર આપે છે ધ્યાન

તેણે કહ્યું કે, "હું મેદાનમાં બૉલિંગની ઝડપ વિશે નથી વિચારતો, પરંતુ હું મારી તાકાતની ટ્રેનિંગ કરતો હોઉં છું ત્યારે હું આ વિશે વિચારું છું. હાઈ સ્પીડ એવી ચીજ નથી જેને હું મેદાન પર શોધું છું. હું રમત દરમિયાન બૉલિંગ કરતા સમયે યોગ્ય લેન્થ પર હિટ કરવાનો પ્રયત્ન કરું છું."

રિકી પૉન્ટિંગનું ટીમ સાથે હોવું ઘણું જ સારું છે

મુખ્ય કૉચ રિકી પૉન્ટિંગ સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે પૂછવા પર નૉર્ખિયાએ કહ્યું કે, "અમારી ટીમમાં પૉન્ટિંગનું હોવું ઘણું સારું છે. મને તેમની ચેટ પસંદ છે અને તેઓ ચીજોને ઘણી સારી રીતે જણાવે છે અને બધું જ સમજવામાં સરળ રહે છે. તેઓ જે ઇચ્છે છે તેના પર ઘણા સ્પષ્ટ છે. હું તેમની પાસેથી જેટલું બને તેટલું શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હોઉં છું. અમને તેમની સાથે કામ કરવામાં મજા આવે છે."

આ પણ વાંચો: મહિલા ક્રિકેટ: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો: IPL 2021 બીજા ભાગમાં હવે ડબલ હેડર મેચ

ABOUT THE AUTHOR

...view details