- સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપટન ડેવિડ વોર્નર પોતાના ઘરે પહોંચ્યા
- કોરોનાના વધતા કેસના કારણે IPL સ્થગિત
- ખેલાડીયો પોતાના ઘરે પરત ફર્યા
નવી દિલ્હી : IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપટન ડેવિડ વોર્નર પોતાના ઘરે પહોંચી ગયા છે. જોકે ઘરે પહોંચતાની સાથે તેમણે ભારતને લઇ એક મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,કોરોનાની બીજી લહેરમાં ભારતમાં રહેવું ખુબ જ ભયાનક હતું.
ભારતમાં કોરોનાને લઇ વોર્નરનું નિવદેન
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા વોર્નરે નોવાના ફિટ્ઝી અને વિપ્પા પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, "ટીવી પર ભારતમાં ઓક્સિજન સંકટના દ્રશ્યો જોઈને દરેકને ખરાબ લાગી રહ્યું હતું." તેમણે કહ્યું, 'લોકો તેમના પરિવારોના અંતિમવિધી માટે લાઇનમાં ઉભા હતા. અમે જ્યારે મૈદાન પર જચા ત્યારેરસ્તામાં આ દર્શ્યો જોતા હતા, જે ખુબ જ ભયાનક હતું.
આ પણ વાંચો : સચિન તેંડુલકરે તેની કારકિર્દી વિશે જણાવ્યું, કહ્યું - આ બન્ને બાબતોનો હંમેશાં રહેશે અફસોસ