ગુવાહાટીઃ રાજસ્થાનના ઓપનર જયસ્વાલે ઈનિંગની સારી એવી રમી હતી. ખાલિલની ઓવરમાં પાંચ ફોર અને ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજસ્થાને બોલ્ટની ઓવરમાં ત્રીજા બોલે પૃથ્વી શૉ અને વન ડાઉન મનિષ પાંડેને ચોથા બોલે આઉટ કરી દીધા હતા. જેના કારણે દિલ્હીની ટીમ પર એ પ્રેશર ઊભું થયું હતું. 2023ની 11મી મેચ સુકાની સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સના નામ પર રાખવામાં આવી છે.
57 રનથી હારઃ આ મેચમાં રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવ્યું છે. આ જીત બાદ રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રાજસ્થાનની જીતના હીરો રહેલા જોસ બટલરે 51 બોલમાં 79 રન અને યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 60 રન ફટકાર્યા હતા. જોકે, આ એક મોટી મજબુત શરૂઆત ગણવામાં આવે છે.
આ પણ વાંચોઃ IPL 2023 Digital Viewership: IPLની ટીવી વ્યૂઅરશિપ ઘટી, ડિજિટલે જમાવટ કરી દીધી
અણનમ ખેલાડીઃ આ પછી શિમરોન હેટમાયર 21 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે જ સમયે, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ પ્રદર્શન રજૂ કરતા 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને 2 અને સંદીપ શર્માએ એક વિકેટ ઝડપી છે. આ લીગમાં દિલ્હીને તેની ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીત્યા બાદ દિલ્હીએ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.
રાજસ્થાનનો સ્કોરઃપ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 4 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. તે જ સમયે, તેના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 142 રન પર સમેટાઈ ગઈ હતી. રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની અત્યાર સુધીની મેચમાં રાજસ્થાન રોયલ્સનો દબદબો જોવા મળી રહ્યો છે. જો કે ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.