ગુજરાત

gujarat

ETV Bharat / sports

9 એપ્રિલથી IPL શરૂ, ડિફેન્ડિંગ ચેમ્પિયન MI અને RCB વચ્ચે પ્રથમ મેચ - મુંબઈ ઈન્ડિયન્સ

IPL આવતીકાલે 9 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે.ત્યારે ટૂર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. કોરોના મહામારીના કારણે દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટેની મંજૂરી આપવામાં આવી નથી. જેથી દર્શકો ઘરે બેસીને જ IPLની મજા માણશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન MI અને RCB વચ્ચે પ્રથમ મેચ
ડિફેન્ડિંગ ચેમ્પિયન MI અને RCB વચ્ચે પ્રથમ મેચ

By

Published : Apr 8, 2021, 7:42 PM IST

  • IPLનો શુક્રવારથી પ્રારંભ
  • મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે પ્રથમ મેંચ
  • રોહિત વધુ એક ટાઈટલ જીતવા તો કોહલી પ્રથમ વખત ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે મેદાનમાં

ચેન્નઈઃ IPL આવતીકાલે 9 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. જ્યારે શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની શરૂઆત થશે, ત્યારે રોહિત શર્મા વધુ એક વખત ટાઈટલ જીતવાના ઇરાદાથી ઉતરશે, જ્યારે વિરાટ કોહલી IPLની પહેલી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. સાથે દરેકની નજર દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, કારણ કે ગત સીઝનમાં તેની ટીમ પ્રથમ વખત પ્લે ઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે આ વખતે તેઓ કઈ રણનીતી બનાવીને ઉતરશે તેના પર પણ દર્શકોની નજર રહેશે.

જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં લીગનું આયોજન

કોરોના વાઈરસના વધતા જતા કેસને લીધે જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં લીગનું આયોજન કરવામાં આવશે. દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી નથી.

પાંચ મહિનામાં જ બીજી વખત IPLનું આયોજન

પાંચ મહિનામાં જ બીજી વખત IPLનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે IPL ટુર્નામેન્ટ્સ સંબંધિત હિસ્સેદારો માટે આદર્શ પરિસ્થિતિ નથી, પરંતુ કોવિડ-19ની બીજી લહેર વચ્ચે દર્શકો માટે આગળના 7 અઠવાડિયા રોમાંચક બની રહેશે, જ્યા દર્શકોને આક્રમક બેંટિંગ, સટીક યોર્કર અને નવી પ્રતિભા જોવા મળશે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને દરરોજ લગભગ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ફાસ્ટેસ્ટ મેન ઉસૈન બોલ્ટ કોહલીની ટીમ RCBને કરશે સપોર્ટ

દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટેની મંજૂરી નથી અપાઈ

ટૂર્નામેન્ટની પ્રથમ મેંચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ત્યારે બન્ને ટીમના દિગ્ગજ ખેલાડીઓ દર્શકોનું મનોરંજન કરશે. જોકે, કોરોના વાઈરસના કારણે દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવવાની મંજૂરી આપવામાં આવી નથી.

ટૂર્નામેન્ટમાં કોરોના વાયરસનો ખતરો

ટૂર્નામેન્ટમાં પણ કોરોના વાયરસનો ખતરો છે. લીગની શરૂઆત પહેલા કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતું મેચ માટે જૈવિક સુરક્ષિત વાતાવરણને કારણે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને આશા છે કે ગત વર્ષે UAEમાં જેમ IPL નું આયોજન સફળ થયું હતું, તે રીતે આ વખતે પણ IPL નું આયોજન સફળ થશે.

આ પણ વાંચોઃ RCBના દેવદત્ત પડિકલ બાદ ડૈનિયલ સૈમ્સ પણ થયા કોરોના પોઝિટિવ

આ વર્ષે ટી -20 વર્લ્ડ કપ ભારતમાં રમાશે

ભારતની ટીમ માટે આ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની છે, કારણ કે આ વર્ષે ટી -20 વર્લ્ડ કપનું પણ દેશમાં આયોજન થવાનું છે. કોહલી IPL દ્વારા વર્લ્ડ કપ માટે ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવાનો પ્રયત્ન કરશે, જ્યારે ઇંગ્લેંડના કેપ્ટન ઇઓન મોર્ગન અને કિરોન પોલાર્ડની નજર પણ તેમના દેશના ખેલાડીઓના દેખાવ પર રહેશે.

9 એપ્રિલથી IPL શરૂ

MIની ટીમે સૌથી વધુ વખત જીતી છે IPLની ટ્રોફી

પાંચ ટાઇટલ સાથે IPLના ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠી ટ્રોફી જીતવાની સાથે લીગમાં પ્રથમ ટાઇટલ હેટ્રિક લગાવવાની કોશીસ કરશે. રોહિત શર્મા જો સારી બેંટિંગ કરવામાં નિષ્ફળ જાશે, તો ક્વિન્ટન ડિકૉક સફળતા અપાવવા માટે તૈયાર રહેશા. જો આ બન્ને ખેલાડીઓ નિષ્ફળ જશે તો ઈશાન કિશન અને સૂર્ય કુમાર યાદવ જેવા બેસ્ટ્મેન પણ તમામ જવાબદારી આવશે. મુંબઈની ટીમનો જો ટોપ ઓર્ડર ફ્લોપ થશે, તો બધી જવાબદારી પંડ્યા બંધુ(હાર્દિક અને કૃળાલ) પર રહેશે, જેઓ વિરોધીઓને હરાવવા માટે તૈયાર રહેશે, સાથે જ ટીમ પાસે પોલાર્ડ જેવા તૂફાની બેસ્ટ્મેન છે કે જે મેદાનમાં ઓલરાઉન્ડરના પ્રદર્શનની સાથે સાથે ફિલ્ડીંગમાં પણ ખુબ મહત્વનો રોલ નીભાવે છે. બોલીંગની જવાબદારી ટ્રેન્ટ બોલ્ટ અને રાહુલ ચહર પર હોગી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જો તેનો દિવસ ખરાબ હોય તો જ હારે છે, નહીંતર સારા દિવસોમાં તે કોઈ પણ વિરોધી ટીમ માટે ખરાબ સ્વપ્ન જેવી છે.

RCBની ટીમ પ્રથમ વખત ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ વખત IPLનો ખીતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે, પરંતું રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમનું સંયોજન મુંબઈ જેટલું અસરકારક લાગી રહ્યું નથી. ટીમે ગ્લેન મેક્સવેલને મોટી રકમ આપીને ખરીદ્યો છે અને અને ન્યૂઝીલેન્ડની કાઇલ જેમિસનને પણ મોટી રકમ આપીને ખરીદ્યો છે, જ્યારે ભારતીય વિકેટ પર તેની બોલિંગની હજુ સુધી કોઈ પરીક્ષણ થયું નથી. દેવદત્ત પડ્ડીકલ તેની બીજી સિઝન રમશે અને આ વખતે ટીમોએ તેના માટે વ્યૂહરચના બનાવી હશે. યુઝવેન્દ્ર ચહલ લય ગુમાવતા જોવા મળી રહ્યા છે. મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની મર્યાદિત ઓવરના મેચમાં અત્યાર સુધી ખૂબ અસરકારક પ્રદર્શન કરી શક્યા નથી.

ધોનીની નજર વાનખેડે સ્ટેડિયમની ફ્લેટ પિચ પર હશે

આ બધાની વચ્ચે ધોનીની નજર વાનખેડે સ્ટેડિયમની ફ્લેટ પિચ પર હશે, કારણ કે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમને ચેપકની સ્લો પીચના બદલે ત્યા રમવાનું છે. અનુભવી ખેલાડી સુરેશ રૈનાની વાપસીના કારણે મોટાભાગની મેચોમાં ઈમરાન તાહિરને રમવા માટેનો માર્ગ મોકળો થશે, જ્યારે મોઈન અલી અને સેમ કરેન ઓલરાઉન્ડર તરીકે કોઈ પણ ક્રમમાં રમવાની શક્યતાને કારણે CSKની ટીમ ગત સીઝન કરતા આ સીઝનમાં સારૂ પ્રદર્શન કરશે તેવી શક્યતા છે.

ઋષભ પંત પ્રથમ વખત દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન બન્યો છે

બીજી તરફ ઋષભ પંત પ્રથમ વખત દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન બન્યો છે. તે પોતાના સીનિયર અને ખૂબ અનુભવી ખેલાડી ધોની પાસેથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરશે. પંત ગયા વર્ષે ગબ્બામાં સારી ઇનિંગ્સ રમ્યો ત્યારથી ખૂબ સારા ફોર્મમાં રહ્યો છે અને તે આ સમયે ભારતીય ક્રિકેટનો એક મહત્વનો ખેલાડી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પાસે પૃથ્વી શો, માર્કસ સ્ટોઇનીસ, શિમરન હેટમાયર ઉપરાત સ્ટીવ સ્મિથ અને અજિંક્ય રહાણે જેવા અનુભવી બેટ્સમેન છે. બોલિંગની જવાબદારી કગીસો રબાડા, એનરિચ નોર્ટજે, રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા અને અક્ષર પટેલ પર રહેશે, જેથી ગત વર્ષની રનઅપ ટીમ આ વખતે ટાઈટલ જીતવાની કોશીષ કરશે.

આ પણ વાંચોઃ લોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી

દુનિયાના શ્રેષ્ઠ વિદેશી ખેલાડીઓ છે SRHની ટીમ પાસે

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સૌથી વધુ પ્રદર્શન કરતી ટીમોમાંની એક છે. ટીમમાં ડેવિડ વોર્નર, વિશ્વના શ્રેષ્ઠ T-20 ખેલાડી રાશિદ ખાન, કેન વિલિયમસન, જેસન હોલ્ડર, જેસન રૉય અને જોની બેયરસ્ટોના રૂપમાં દુનિયાના શ્રેષ્ઠ વિદેશી ખેલાડીઓ ટીમમાં છે.

આન્દ્રે રસેલ પરત ફોર્મમાં આવે તેવી KKRની ટીમને આશા

કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમને આક્રમક ઓલરાઉન્ડર ખેલાડી આન્દ્રે રસેલ પરત ફોર્મમાં આવે તેવી આશા રાખશે, જ્યારે વરુણ ચક્રવર્તીને ફરી એકવાર સારૂ પ્રદર્શન કરે તેમ ટીમ ઈચ્છશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત ઓવરમાં હાલ શ્રેષ્ઠ કેપ્ટન ઇયોન મોર્ગન બેટિંગ ક્રમમાં સ્થિરતા લાવવાની કોશિશ કરશે અને સાથે આશા રાખશે કે સુનીલ નારાયણની બોલિંગ એક્શન સામે કોઈ પ્રશ્નાર્થ ના આવે અને તે સારૂ પ્રદર્શન કરે.

પંજાબ કિંગ્સની ટીમ લોકેશ રાહુલ પર નિર્ભર

પંજાબ કિંગ્સના માલિકને આશા છે કે ટીમનું નામ બદલવાથી તેમનું ભાગ્ય બદલાશે. પરંતુ ઘણું બધું કેપ્ટન લોકેશ રાહુલના પ્રદર્શન પર નિર્ભર રહેશે. મોહમ્મદ શમી વાપસી કરીને ફરીથી તેની લય પામવાની કોશીષ કરશે. દર્શકો ફરી એકવાર ક્રિસ ગેલની તોફાની બેટિંગની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ચોક્કસપણે શરૂઆતમાં ટીમ ટાઇટલ જીતવાના દાવેદારોમાં નથી.

રાજસ્થાન રોયલ્સની ટીમને શરૂઆતમાં જોફ્રા આર્ચરની ગેરહાજરીને કારણે નુકસાન થઈ શકે

રાજસ્થાન રોયલ્સની ટીમને શરૂઆતમાં જોફ્રા આર્ચરની ગેરહાજરીને કારણે નુકસાન થઈ શકે છે. સંજુ સેમસનના માર્ગદર્શન હેઠળ રમી રહેલી ટીમ તેના પ્રદર્શનમાં પાછલી કેટલાક સીઝનમાં નિરંતરતાનો અભાવ છે અને ટીમ સારા પ્રદર્શન માટે બેન સ્ટોક્સ, જોસ બટલર અને ક્રિસ મૌરિસ પર નિર્ભર રહેશે.

ABOUT THE AUTHOR

...view details