હૈદરાબાદ: TATA IPL 2023ની 16મી સીઝનની 14મી મેચ PBKS અને SRH વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. તેમજ હૈદરાબાદને જીતવા માટે 144 રનનો લક્ષ્યાંક આપ્યો છે. PBKS તરફથી શીખર ધવને 99 રન(અણનમ) બનાવ્યા હતા, જે તેમની ટીમ માટે સૌથી વધું રન હતા. તેમજ SRH તરફથી મયંક માર્કેન્ડે 4 વિકેટ ઝડપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે 17.1 ઓવરમાં બે વિકેટના નુકસાને 145 રન બનાવીને જીત હાંસલ કરી હતી.
PBKS ટીમની બેટીંગ : પંજાબે પ્રથમ બેટીંગ કરતા 143 રન બનાવ્યા હતા. જેમાં પ્રભિશિમરને 1 બોલમાં 0 રન, ધવને 66 બોલમાં 99 રન(અણનમ), મેથેવ શોર્ટે 3 બોલમાં 1 રન, જીતેશ શર્માએ 9 બોલમાં 4 રન, સેમ કરણે 15 બોલમાં 22 રન, સિકંદર રજ્જાએ 6 બોલમાં 5 રન, શાહરુખ ખાને 3 બોલમાં 4 રન, હરપ્રિતે 2 બોલમાં 1 રન, રાહુલ ચહરે 8 બોલમાં 0 રન, નાથને 5 બોલમાં 0 રન અને મોહિતે 2 બોલમાં 1 રન(અણનમ) બનાવ્યો હતો.
SRH ટીમની બોલિંગ : હૈદરાબાદની બોલર્સનું સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમને PBKSને ઓલઆઉટ કરી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 1 વિકેટ, માર્કોએ 3 ઓવરમાં 2 વિકેટ, નટરાજને 4 ઓવરમાં 0 વિકેટ, સુંદરે 1 ઓવરમાં 0 વિકેટ, માર્કેન્ડેએ 4 ઓવરમાં 4 વિકેટ અને મલિકે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃહૈદરાબાદની ટીમમાં હેરી બ્રુક 14 બોલમાં 13 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 20 બોલમાં 21 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠી 48 બોલમાં 10 ચોક્કા 3 સિક્સ મારીને 74 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. એઈડન માર્કરામ 21 બોલમાં 6 ચોક્કા મારીને 37 રન બનાવીને નોટ આઇટ રહ્યા હતા. આમ હૈદરાબાદની ટીમે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જ 145 રન બનાવી નાંખ્યા હતા. આમ 8 વિકેટથી જીત મેળવી હતી.
પંજાબ કિંગ્સની બોલીંગઃ સામ કુરન 3 ઓવરમાં 14 રન, અર્શદીપ સિંહ 3 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. હરપ્રીત બ્રાર 3.1 ઓવરમાં 26 આપ્યા હતા. નાથન એલીસ 3 ઓવરમાં 28 રન, રાહુલ ચહર 3 ઓવરમાં 28 રન આપી એક વિકેટ ઝડપી હતી. અને મોહિત રાઠી 2 ઓવરમાં 29 રન આપ્યા હતા.
પોઈન્ટ ટેબલ (Points Table)આજની બે મેચ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ, બીજા નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 4 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ અને પાંચમા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ મેળવ્યા છે. ત્યાર બાદ ક્રમાનુસાર જોઈએ તો પંજાબકિંગ્સના 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 2 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન શૂન્ય પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.
પંજાબ કિંગ્સની પાંચમી વિકેટ: સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ઈમ્પેક્ટ પ્લેયર સિકંદર રઝાને 5 રનના સ્કોર પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ અત્યાર સુધીની મેચમાં નિરાશ કર્યા છે. પંજાબ માટે સારી વાત એ છે કે કેપ્ટન શિખર ધવન 33 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. પંજાબ કિંગ્સનો સ્કોર 10 ઓવર પછી (73/5)
પંજાબ કિંગ્સની ચોથો ઝટકો:પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી.સેમ કરણ 22 રને આઉટ, 8.5 ઓવર પછી સ્કોર (63/4)
પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ:પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે પોતાની ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન (21) અને સેમ કરણ (1) 5 ઓવર કર્યા બાદ ક્રિઝ પર હાજર છે.