ગુજરાત

gujarat

ETV Bharat / sports

MI vs KKR IPL 2023 LIVE: કોલકત્તા સામે મુંબઈની એક તરફી જીત, કિસાને બનાવ્યા 58 રન - mumbai india new match

TATA IPL 2023ની 22મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ બેટીંગ કરતા KKRએ 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. જમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ મુંબઇની ટીમે 15 બોલ બાકી રાખીને 5 વિકેટે જીત મેળવી લિધી હતી.

IPL 2023: આ બની શકે છે મુંબઈ અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી
IPL 2023: આ બની શકે છે મુંબઈ અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી

By

Published : Apr 16, 2023, 10:09 AM IST

Updated : Apr 16, 2023, 7:29 PM IST

મુંબઈ:આજે KKR અને MI વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમાં IPL 2023ની 22મી મેચ રમાઇ હતી. જેમાં મુંબઇએ પ્રથમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કોલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા મુંબઇને જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં KKR તરફથી ઐયરે શતક બનાવી હતી. પરંતુ જીતનો પીછો કરવા ઉતરેલ ટીમ મુંબઇ 5 વિકેટે જીત હાંસીલ કરી લિધી હતી.

KKR બોલિંગ :કોલક્તા સામે મુંબઇની 5 વિકેટે જીત થઇ હતી. જેમાં યુમેશ યાદવે 2 ઓવરમાં 0 વિકેટ, શાર્દુલએ 2 ઓવરમાં 1 વિકેટ, નારાયણએ 3 ઓવરમાં 0 વિકેટ, શર્માએ 4 ઓવરમાં 2 વિકેટ, વરુણએ 4 ઓવરમાં 1 વિકેટ, લોકીએ 1.4 ઓવરમાં 1 વિકેટ અને સરેલએ 1 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.

MI બેટીંગ : લક્ષ્યનો પિછો કરવા ઉતરેલ મુંબઇની ટીમે 14 બોલ બાકી રાખીને જીત હાંસિલ કરી હતી. જેમાં રોહિત શર્માએ 20 રન, કિશાને 58 રન, સુર્યાકુમારે 43 રન, તિલક વર્માએ 30 રન, ટીમ ડેવિડે 24 રન (અણનમ), નેહલએ 6 રન અને ગ્રીનએ 1 રન (અણનમ) બનાવ્યો હતો.

KKRની બેટીંગ : કોલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 185 રન બનાવ્યા હતા. જેમાં ગુરબાજે 12 રન, એન જગ્ગદિશને 0 રન, વેંકટેસ ઐયરે 104 રન, નિતિશ રાણાએ 5 રન, ઠાકુરે 12 રન, રિંકુએ 18 રન, રસલ 21 રન (અણનમ) અને નારાયણએ 2 રન (અણનમ) બનાવ્યા હતા.

MI બોલિંગ : મુંબઇ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ઝડપી હતી. જેમાં અર્જૂન ટેન્ડુલકરએ 2 ઓવરમાં 0 વિકેટ, ગ્રીનએ 2 ઓવરમાં 1 વિકેટ, જાનસેને 4 ઓવરમાં 1 વિકેટ, ચાવલાએ 4 ઓવરમાં 1 વિકેટ, શોકિનએ 4 ઓવરમાં 2 વિકેટ અને મેરેડિથએ 4 ઓવરમાં 1 વિકેટ લિધી હતી.

કોલકાતાનું સારું પ્રદર્શન:કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ કિંગ્સ સામે ઓપનર મેચ હાર્યા બાદ કોલકાતાએ સતત બે મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી. આ દરમિયાન તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યા હતા. જ્યારે 14 એપ્રિલે તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ 3માંથી 2 મેચ હારી છે.

IPL 2023: વિરાટ કોહલીનો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હલ્લાબોલ, IPLમાં એક જ સ્થળે સૌથી વધુ રન પૂરા કર્યા

પિચ રિપોર્ટ:મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. નવો બોલ અહીં બેટ પર સરળતાથી આવે છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 158 રનના લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સ્પિનર્સ અહીં અસરકારક છે. છેલ્લી મેચમાં પડેલી 10 વિકેટોમાંથી 7 વિકેટ સ્પિનરોએ લીધી હતી. મુંબઈ-કોલકાતા મેચમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માંગશે. મુંબઈkedar jadhav on ms dhoni: ધોની તેની છેલ્લી IPL સિઝન રમી રહ્યો, પછી આ હશે CSKનો કેપ્ટન

મેચની આગાહી:IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી હતી. તેને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં, મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે 16મી સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. KKRએ 4 માંથી 2 મેચ જીતી છે અને 2 હારી છે. પરંતુ દિલ્હી સામેની જીત બાદ મુંબઈએ જોર પકડ્યું છે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આથી કોલકાતા સામેની આ મેચમાં મુંબઈની ટીમ મેચ જીતી શકે છે.

Last Updated : Apr 16, 2023, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details