ગુજરાત

gujarat

ETV Bharat / sports

GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી

આઈપીએલનો રોમાંચ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો જોરદાર વરસાદ જોવા મળશે. બીજી તરફ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે એક વસ્તુની કમી રહેશે. જેના કારણે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બીજી કઠિન કસોટી થશે.

GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી
GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી

By

Published : Mar 31, 2023, 2:03 PM IST

અમદાવાદઃ આઈપીએલની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. તેની ઉત્તેજના લગભગ આગામી 2 મહિના સુધી સમગ્ર દેશમાં રહેશે. રમતપ્રેમીઓને આ સમય દરમિયાન ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળશે. આ દરમિયાન IPLમાં રમી રહેલી 10 ટીમો વચ્ચે કુલ 74 મેચો રમાશે.

આ પણ વાંચો:CSK vs GT Match Preview : આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે પ્રથમ મેચ, અહીં ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ થશે

હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન: આજે IPLની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગયા વર્ષની વિજેતા ગુજરાત ટાઇટન્સ સાથે પોતાના અભિયાનની શરૂઆત કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ હાર્દિક પંડ્યાની ટીમની કસોટી કરશે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની પોતાના અનુભવના આધારે ટીમને પ્રોત્સાહિત કરીને વિજયી શરૂઆત કરવા ઈચ્છશે. તે જ સમયે, એક યુવા કેપ્ટન તરીકે, હાર્દિક પંડ્યા તેની ટીમને ફરીથી ટાઇટલ બચાવવા માટે પ્રેરિત કરીને હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરવા માંગશે.

જૂના બોલર્સની ખોટ વર્તાશે: વર્તમાન ટીમને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ એવા જૂના બોલર્સની ખોટ લાગશે જેમણે ટીમ માટે ઘણી વિકેટો લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 10 બોલરોમાંથી માત્ર 2 બોલર જ ટીમ સાથે છે. બાકીના બોલરો કાં તો બીજી ટીમમાં ગયા છે અથવા તો આઈપીએલ છોડી ગયા છે.

આ પણ વાંચો:IPL 2023 : સ્ટેડિયમ બહાર ટી શર્ટ-ટોપીનું વેચાણ, કેપ્ટન કુલ વાળી વસ્તુની માંગ વધુ

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોના રેકોર્ડ: ચેન્નાઈ માટે સૌથી વધુ વિકેટ મેળવનાર ટોપ ટેન ખેલાડીઓમાંથી હાલમાં માત્ર બે બોલર ચેન્નાઈની ટીમમાં જોવા મળે છે, જેમાં એક સ્પિન અને એક ઝડપી બોલરનો સમાવેશ થાય છે. 2012માં ચેન્નાઈ સુપર કિંગ સાથે શરૂ થયેલી રવિન્દ્ર જાડેજાની સફર હજુ પણ ચાલુ છે. તેણે 142 મેચમાં કુલ 105 વિકેટ લીધી છે. બીજી તરફ, અન્ય ઝડપી બોલર દીપક ચહર 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમવા માટે જોડાયો હતો અને હજુ પણ તેના પર ટીમનો વિશ્વાસ અકબંધ છે. દીપક ચહરે આ સમયગાળા દરમિયાન કુલ 58 મેચ રમી છે, જેમાં તે અત્યાર સુધી માત્ર 58 વિકેટ જ લઈ શક્યો છે.

ટીમમાં અનુભવી બોલરોનો અભાવ: જો ચેન્નાઈ સુપર કિંગ્સના આ બે બોલરોને છોડી દેવામાં આવે તો જાણવા મળે છે કે, આઈપીએલ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સામેલ મોટાભાગના બોલરોએ ટીમ છોડી દીધી છે, જેના કારણે ટીમમાં અનુભવી બોલરોનો અભાવ રહેશે. રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ કે જેમણે પાછલી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટાભાગની વિકેટો લીધી હતી, તેઓ અન્ય ટીમોમાં ગયા છે, જ્યારે મોહિત શર્મા મુરલીધરન જેવા ખેલાડીઓ આઈપીએલમાં જોવા મળતા નથી.

ABOUT THE AUTHOR

...view details