લખનઉ:આજે TATA IPL 2023ની 16મી સીઝનની 19મી મેચ PBKS અને LSG વચ્ચે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટોડિયમમાં રમાઇ રહી છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે શરુ થઇ હતી. જેમાં પંજાબે ટોસ જીતીને લખનઉને પ્રથમ બેટીંગ કરવા માટે કહ્યું હતું. લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા. આમ પંજાબને જીત માટે 160 રનનો લક્ષ્યાંક આપવામાં આપ્યો હતો. તેના જવાબમાં પંજાબ કિગ્સે 19.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવી લીધા હતા. અને પંજાબે 2 વિકેટથી જીત મેળવી હતી. આમ પંજાબ કિંગ્સ 5 મેચ રમી છે, તેમાં 3 મેચ જીતી ગઈ છે. જેથી પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ મેળવી લીધા છે.
લખનઉ બેટીંગ : પ્રથમ બેટીંગ કરતા લખનઉએ 159 રન બનાવ્યા હતા. જેમાં કે.એલ.રાહુલએ 74 રન, મેયર્સએ 29 રન, દિપક હુડ્ડાએ 2 રન, કૃણાલ પાંડ્યાએ 18 રન, પુરણએ 0 રન, સ્ટોઇનિસએ 15 રન, બદોની 5 રન (અણનમ), ગોવથામએ 1 રન, યુધ્ધવિર સિંહએ 0 રન અને રવિએ 3 રન (અણનમ) બનાવ્યા હતા.
પંજાબની બોલિંગ : પંજાબે પ્રથમ બોલિંગ કરતા 8 વિકેટ ઝડપી હતી. જેમાં મેથ્યુંએ 2 ઓવરમાં 0 વિકેટ, અર્શદિપએ 3 ઓવરમાં 1 વિકેટ, રબાડાએ 4 ઓવરમાં 2 વિકેટ, સેમ કરણએ 4 ઓવરમાં 3 વિકેટ, હરપ્રિતે 2 ઓવરમાં 1 વિકેટ, સિકંદર રજ્જાએ 2 ઓવરમાં 1 વિકેટ અને ચહરે 3 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.
પંજાબ કિંગ્સની બેટિંગઃઅથર્વા ટેડી 3 બોલમાં શૂન્ય રન, પ્રભસિમરન સિંહ 4 બોલમાં 4 રન, મેથ્યુ શ્રોફ 22 બોલમાં 34 રન, હરપ્રિત સિંહ ભાટિયા 22 બોલમાં 22 રન, સિંકદર રાઝા 41 બોલમાં 57 રન, સામ કુરન(કેપ્ટન) 6 બોલમાં 6 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 4 બોલમાં 6 રન, શાહરૂખ ખાન 10 બોલમાં 23 રન(નોટ આઉટ), હરપ્રિત બ્રાર 4 બોલમાં 6 રન અને કગિસો રબાડા 1 બોલમાં શૂન્ય(નોટ આઉટ) બનાવ્યા હતા. 19.3 ઓવરમાં 8 વિકેટ પડી હતી અને ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ યુદ્ધવીર ચરક 3 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ લીધી હતી. અવેશ ખાન 3 ઓવરમાં 24 રન આપ્યા હતા. માર્ક વુડ 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ક્રિશનાપ્પા ગોવથામ 4 ઓવરમાં 31 રન આપી એક વિકેટ લીધી હતી. ક્રુનાલ પંડ્યા 3 ઓવરમાં 32 રન આપી 1 વિકેટ લીધી હતી. તેમજ રવિ બશ્નોઈ 2.3 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ મેળવી હતી.