લખનૌ:ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની 30મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ ખાતે રમાશે. કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌની ટીમ 6માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ 5 મેચમાં 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. આવી સ્થિતિમાં શનિવારે રમાનારી મેચમાં બંને ટીમોની નજર જીત પર રહેશે.
IPL 2023: હજુ પણ વૃદ્ધ નથી થયો સિંહ, 41 વર્ષની ઉંમરે પણ રજૂ કર્યો ચપળતાનો અધભૂત નમૂનો
કેવું રહેશે લખનૌનું હવામાન:લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની મેચ પહેલા લખનૌના હવામાન વિશે વાત કરીએ તો, શનિવારે વરસાદની કોઈ શક્યતા નથી. ચાહકોને આખી 40 ઓવરની મેચ જોવા મળશે. મેચ દિવસ દરમિયાન યોજાશે, જેથી ખેલાડીઓને ગરમીનો સામનો કરવો પડશે. દિવસનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની ધારણા છે. પીચની વાત કરીએ તો છેલ્લી 3 મેચની 6 ઇનિંગ્સમાં 193, 143, 121, 127, 159 અને 161નો સ્કોર થયો છે.
એકાના સ્ટેડિયમની પીચમાંથી સ્પિનરોને ઘણો ફાયદો:એકાના સ્ટેડિયમની પીચમાંથી સ્પિનરોને ઘણો ફાયદો મળે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનોએ રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. અન્ય મેદાનોની જેમ અહીં પણ નિર્ભીક શોટ રમી શકાતા નથી. અહીંની પિચ ધીમી છે, આ સિઝનમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 158 છે. અહીં સ્પિનરોએ 50 ટકાથી વધુ વિકેટ લીધી છે. છેલ્લી મેચમાં ફાસ્ટ બોલરોએ 16માંથી 10 વિકેટ ઝડપી હતી. ટોસ જીત્યા પછી, બંને ટીમો પાછળથી બેટિંગ કરવા માંગશે, લક્ષ્યનો પીછો કરતી ટીમે ત્રણમાંથી બે મેચ જીતી લીધી છે.
IPL 2023: પેટ પર પાટો બાંધીને રમ્યો આ જાબાઝ, જુઓ 38 વર્ષની ઉંમરે ફાફ ડુપ્લેસીસના સિક્સ પેક એબ્સ
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ:KL રાહુલ (c&wk), કાયલ મેયર્સ, દીપક હુડા, કુણાલ પંડ્યા, અમિત મિશ્રા, નિકોલસ પૂરન (wk), નવીન-ઉલ-હક, આયુષ બદોની, અવેશ ખાન, કરણ શર્મા, યુદ્ધવીર ચરક, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, માર્ક વૂડ, સ્વપ્નિલ સિંહ, મનન વોહરા, ડેનિયલ સાયમ્સ, પ્રેરક માંકડ, કૃષ્ણપ્પા ગૌતમ, જયદેવ ઉનડકટ, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.
ગુજરાત ટાઇટન્સ ટીમ:હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, કેએસ ભરત, રિદ્ધિમાન સાહા, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, મોહમ્મદ શમી, પ્રદીપ સાંગવાન, આર સાંઈ કિશોર, વિજય શંકર, સાઈ સુદર્શન, રાશિદ ખાન, શિવમ માવી, મેથ્યુ વેડ, ઓડિયન સ્મિથ, ઉર્વિલ પટેલ, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, યશ દયાલ, જયંત યાદવ, નૂર અહેમદ અને અલઝારી જોસેફ.