નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે આજે મેચ રમાઇ રહી હતી. જેમાં RCBએ ટોસ જીતીને KKRને પ્રથમ બેટીંગ કરવા માટે કહ્યું હતું. કલકત્તાના ઈડન ગાર્ડનમા સાંજે 7:30 વાગ્યાથી મેચની શરુઆત થઇ ચુકી છે. કોલકતાએ પ્રથમ બેટીંગ કરતા બેંગ્લુરુને જીત માટે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોલકતા તરફથી સૌથી વધું રન શાર્દુલએ 29 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેણે 9 ચોક્કા અને 3 સિક્સ મારી હતી. બેંગ્લુરુની ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું. 17.4 ઓવરમાં જ 123 રન બનાવીને ટીમ ઑલ આઉટ થઈ ગઈ હતી.
કોલકતાની બેટીંગ :કોલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા 204 રન બનાવ્યા હતા.જેમાં ગુરબાજે 44 બોલમાં 57 રન, ઐયરે 7 બોલમાં 3 રન, મનદિપે 1 બોલમાં 0 રન, નિતિશ રાણાએ 5 બોલમાં 1 રન, રિંકુ સિંઘે 33 બોલમાં 46 રન, રસલ 1 બોલમાં 0 રન, ઠાકુરએ 29 બોલમાં 68 રન, નારાયણ 1 બોલમાં 0 રન (અણનમ) અને ઉમેશએ 2 બોલમાં 6 રન (અણનમ) બનાવ્યા હતા.
બેંગ્લુરુની બોલિંગ: બેંગ્લુરુની ટીમે પ્રથમ બોલિંગ કરતા 7 વિકેટ ઝડપી હતી. જેમાં સિરાજે 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ, વિલેયએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ, અક્ષદિપે 2 ઓવરમાં 30 રન આપીને 0 વિકેટ, બ્રેકવેલે 3 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ, સહબાજે 1 ઓવરમાં 6 રન આપીને 0 વિકેટ, કરણએ 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ અને હર્શલએ 3 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લિધી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બેટિંગઃવિરાટ કોહલીએ 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ(કેપ્ટન) 12 બોલમાં 23 રન, મિશેલ બ્રાસવેલ 18 બોલમાં 19 રન, ગ્લેન મેક્સવેલ 7 બોલમાં 5 રન, હર્ષલ પટેલ 2 બોલમાં શૂન્ય રન, શાહબાઝ અહેમદ 5 બોલમાં એક રન, દિનેશ કાર્તિક(વિકેટ કિપર) 8 બોલમાં 9 રન, અનુજ રાવત 5 બોલમાં 1 રન, ડેવિડ વીલે 20 બોલમાં 20 રન(નોટ આઉટ) કર્ણ શર્મા 3 બોલમાં એક રન અને આકાશ દીપ 8 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેમજ ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરને અંતે 123 રનમાં ઑલ આઉટ થઈ હતી.
કોલકત્તાની બોલીંગઃ કોલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ પર એક નજર કરીએ તો ઉમેશ યાદવ 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. ટિમ સાઉથી 2 ઓવરમાં 25 રન આપ્યા હતા. સુનિલ નરિને 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી 3.4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સુયશ શર્મા 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ અને શાર્દુલ ઠાકુર 2 ઓવરમાં 15 રન આપી એક વિકેટ લીધી હતી. આમ વરુણ ચક્રવર્તીની બોલીંગ શ્રેષ્ઠ રહી હતી, જેને કારણે જ બેંગ્લોરની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને કોલકત્તા નાઈટ રાઈડર્સ જીતી શક્યું હતું.
પોઈન્ટ ટેબલ (Points Table)ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા નંબરે પંજાબ કિગ્સના 4 પોઈન્ટ છે. ત્રીજા નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ આજની મેચ જીત્યા પછી 2 પોઈન્ટ મળ્યા છે. ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 2 પોઈન્ટ અને પાંચમાં નંબરે લખનઉ સુપર જાયન્ટ્સે 2 પોઈન્ટ મેળવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 2 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ શૂન્ય પોઈન્ટ અને સનરાઈઝર્સ હૈદરાબાદ શૂન્ય પોઈન્ટ સાથે છેલ્લા ક્રમે છે.