અમદાવાદ: TATA IPL 2023ની 13 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આજે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે 13મી મેચ રમાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બેંટીગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમના સાથે સારો સાબિત થયો હતો. 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને કોલકત્તાને જીતવા માટે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ટીમ કોલકત્તાના ધમાકેદાર બેસ્ટમેન રીન્કુએ ગુજરાતના હાથા માંથી મેચ છીનવી લિધી હતી. તેને છેલ્લી ઓવરમાં હારેલી મેચમાં 5 સિક્સ મારીને ભવ્ય વિજય અપાવ્યો હતો.
KKRની બેટીંગ :લક્ષ્યાંકનો પિછો કરવા ઉતરેલ ટીમની શરુઆત સારી જોવા મળી હતી, ત્યારબાદ રાશિદ ખાને હેટ્રીક લેતા. ટીમની કમર તોટી નાખી હતી. તેમ છતા આ રસાકસી ભર્યા મેચમાં KKRએ છેલ્લા બોલે જીત મેળવી હતી. જેમાં ગુજબાજે 12 બોલમાં 15 રન, જગદિશને 8 બોલમાં 6 રન, ઐયરે 40 બોલમાં 83 રન, નિતેશ રાણાએ 29 બોલમાં 45 રન, રિન્કુ સિંઘે 21 બોલમાં 48 રન(અણનમ), રસલે 2 બોલમાં 1 રન, નારાયણે 1 બોલમાં 0 રન, ઠાકુરે 1 બોલમાં 0 રન અને યુમેશ યાદવે 6 બોલમાં 5 રન(અનણમ) બનાવ્યા હતા.
GT બોલિંગ : ગુજરાતે કોલકતાના 7 ખેલાડીઓને પ્વેલિયન મોકલી આપ્યા હતા. જેમાં શામીએ 4 ઓવરમાં 1 વિકેટ, લિટલે 4 ઓવરમાં 1 વિકેટ, જોસેફે 4 ઓવરમાં 2 વિકેટ, દયાલે 4 ઓવરમાં 69 રન આપીને 0 વિકેટ અને રાશિદ ખાને 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.
GTની બેટીંગ :ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. જેમાં શાહે 17 બોલમાં 17 રન, શુભમન ગીલે 31 બોલમાં 39 રન, સાંઇ શુદર્શને 38 બોલમાં 53 રન, અભિનવ મનોહરએ 8 બોલમાં 14 રન, વિજય શંકરે 24 બોલમાં 63 રન (અણનમ) અને ડેવિડ મિલરે 3 બોલમાં 2 રન(અણનમ) બનાવ્યા હતા.
KKRની બોલિંગ : કોલકત્તા નાઇટ રાઇડર્સના બોલર્સએ 4 વિકેટ ઝડપી હતી. જેમાં ઉમેશ યાદવે 3 ઓવરમાં 0 વિકેટ, ઠાકુરએ 3 ઓવરમાં 0 વિકેટ, લોકી ફર્ગ્યુશને 4 ઓવરમાં 0 વિકેટ, નારાયણએ 4 ઓવરમાં 3 વિકેટ, ચક્રવતીએ 2 ઓવરમાં 0 વિકેટ અને શર્માએ 4 ઓવરમાં 1 વિકેટ લિધી હતી.