નવી દિલ્હીઃઅજિંક્ય રહાણે લાંબા સમયથી ક્રિકેટમાં પોતાના ખરાબ સમયનો સામનો કરી રહ્યો હતો. પરંતુ હવે તેણે IPL 2023ની 12મી મેચમા મુંબઈ સામે ધમાકેદાર બેટીંગ કરીને સૌને ચોકાવી દિધા છે. એમએસ ધોનીની કપ્તાની હેઠળ રહાણેએ આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સમાં પ્રવેશ કર્યો અને પોતાને એક સારા ખેલાડી તરીકે સાબિત કર્યો હતો. 8 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, CSK એ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સને 11 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પોતાની આક્રમક બેટિંગનો નજારો રજૂ કરતા રહાણેએ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ઇનિંગે રહાણેની ડૂબતી કારકિર્દીને નવી દિશા આપી છે.
19 બોલમાં અડધી સદી ફટકારી:ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો શેર કર્યો છે. આમાં, બંને ખેલાડીઓ CSKની ત્રીજી મેચમાં તેમના પ્રદર્શન વિશે વાત કરતા જોવા મળે છે. IPL 2023 માં, CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવીને તેની ત્રીજી મેચ જીતી લીધી છે. આ મેચમાં અજિંક્ય રહાણેએ તોફાની ઇનિંગ્સ રમીને 19 બોલમાં અડધી સદી ફટકારી છે, જે IPLની આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી ઝડપી ફિફ્ટી છે. રહાણેએ 225.92ની સ્ટ્રાઈક રેટ રમતા 27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. આ સાથે જ આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગથી તબાહી મચાવી છે. જાડેજાએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી છે. આ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં 3 મેચ રમી છે, જેમાંથી તેણે બે મેચ જીતી છે.
આ પણ વાંચો:Dhoni Praised CSK Bowlers : ધોનીની ધમકી બાદ બોલરો ચમક્યા, IPLમાં બીજી જીતથી ખુશ કેપ્ટન