નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 46મી મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં PBKSની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 214 રન બનાવ્યા હતા અને MIને મેચ જીતવા માટે 215 રન કરવા અનિવાર્ય રહેશે. હાઈ સ્કોરિંગ મેચને ચેઝ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસાને 216 રન બનાવી દીધા હતા. એક ઓવર અને એક બોલ બાકી હતો અને મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીત મેળવી લીધી હતી. ઈશાન કિશન અને સૂર્યાકુમાર યાદવની તોફાની બેટિંગથી મુંબઈ ઈન્ડિયન્સ જીત મેળવી શક્યું હતું.
PBKSની બેટીંગ :પંજાબએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 214 રન બનાવ્યા હતા. જેમાં પાવરપ્લેમાં ટીમે 50 રન બનાવ્યા હતા. જેમાં પ્રભિસિમરણ સિંઘએ 9 રન, શિખર ધનનએ 30 રન, માથેવ શોર્ટએ 27 રન, લિયામ લિવિંગસ્ટનએ 82 રન(અણનમ) અને જિતેશ શર્માએ 49 રન(અણનમ) બનાવ્યા હતા.
MIની બોલિંગ :ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલ મુંબઇની ટીમે 20 ઓવરમાં માત્ર 3 જ વિકેટ ઝડપી હતી. જેમાં કેમરોન ગ્રીનએ 2 ઓવરમાં 0 વિકેટ, અર્શદ ખાનએ 4 ઓવરમાં 1 વિકેટ, જોફ્રા આર્ચરએ 4 ઓવરમાં 0 વિકેટ, પિયુશ ચાવલાએ 4 ઓવરમાં 2 વિકેટ, કાર્તિકેયએ 3 ઓવરમાં 0 વિકેટ અને આકાશએ 3 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 3 બોલમાંશૂન્ય રને આઉટ થઈ ગયા હતા. ઈશાન કિશાન(વિકેટ કિપર) 41 બોલમાં 7 ચોક્કા અને 4 સિક્સવચ્ચે 75 રન કર્યા હતા. કેમરોન ગ્રીન 18 બોલમાં 4 ચોક્કા મારીને 23 રન બનાવ્યાહતા. સૂર્યાકુમાર યાદવ 31 બોલમાં 8 ચોક્કા ને 2 સિક્સ મારીને 66 રનનો સ્કોર કર્યોહતો. ટિમ ડેવિડ 10 બોલમાં 3 ચોક્કા સાથે 19 રન(નોટ આઉટ) અને તિલક વર્મા 10 બોલમાં1 ચોક્કો અને 3 સિક્સ મારીને 26 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યાહતા. આમ કુલ સ્કોર 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસાને 216 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સની બોલીંગઃ રિષિ ધવન 3 ઓવરમાં 20 રનમાં 1વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ 3.5 ઓવરમાં 66 રન આપી 1 વિકેટ લીધી હતી. સામ કુરન 3 ઓવરમાં41 રન આપ્યા હતા. નાથન એલીસ 4 ઓવરમાં 34 રન આપી 2 વિકેટ ઝડપી હતી. રાહુલ ચહર 3ઓવરમાં 30 રન આપ્યા હતા અને હરપ્રિત બ્રાર 2 ઓવરમાં 21 રન આપ્યા હતા.