મુંબઈ: યુઝવેન્દ્ર ચહલ (2/26) અને નવદીપ સૈનીની (2/36) શાનદાર બોલિંગને કારણે રાજસ્થાન રોયલ્સે (RR) શનિવારે DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી IPL 2022ની 9મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને (MI) 23 રનથી હરાવ્યું હતું. RRના 193 રનના જવાબમાં MI 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી ઈશાન કિશન અને તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી. RR તરફથી યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ 2ે-2ે વિકેટ લીધી હતી. આર અશ્વિન, પ્રખ્યાત કૃષ્ણા અને ટ્રેન્ટ બોલ્ટે એક-એક વિકેટ લીધી હતી.
IPL 2022 : રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 23 રનથી હરાવ્યું - યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) સતત 2 મેચમાં સફળતાપૂર્વક લક્ષ્યનો બચાવ કરતા મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) 23 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને મુંબઈ સામે 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ માત્ર 170 રન જ બનાવી શકી હતી.
11 ઓવર બાદ ટીમનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો : લક્ષ્યનો પીછો કરતા MIએ પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા, જે દરમિયાન ઓપનર કેપ્ટન રોહિત શર્મા (10) અને અનમોલપ્રીત સિંહ (5) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. બીજા છેડે તિલક વર્માએ ઈશાનને સપોર્ટ કર્યો. બંનેએ મળીને 11 ઓવર બાદ ટીમનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો.
ઈશાને 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી :બંનેએ કેટલાક સારા શોટ ફટકાર્યા અને રનની ગતિ વધારતા રહ્યા. હજુ ટીમને જીતવા માટે 96 રનની જરૂર હતી. આ સાથે જ ઈશાને 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તે 43 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 54 રન બનાવીને બોલ્ટનો શિકાર બન્યો હતો અને આ સાથે વર્મા સાથે તેની 54 બોલમાં 84 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.