મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનની ચોથી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને લખનઉ સુપરજાયન્ટ્સ (Lucknow Supergiants Team) વચ્ચે રમાઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે આજે પ્રથમ મેચ રમાઈ હતી. છેલ્લી ઓવર સુધી પહોંચેલી મેચ ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે જીતી લીધી હતી. લખનઉએ ગુજરાતને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ગુજરાતે 2 બોલ બાકી રહેતાં હાંસલ કરી (Gujarat Titans Won) લીધો હતો.
આ પણ વાંચો :શું તમે IPL જૂઓ છો? તો તમારા માટે પૈસા કમાવવાનો છે અવસર
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય :સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ KL રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં શમીનો સનસનાટીભર્યો સ્પેલ, રાહુલનો ગોલ્ડન ડક, શુભમન ગિલનો કેચ, દીપક હુડા અને નવોદિત આયુષની ફિફ્ટી જેવી શાનદાર ક્ષણો જોવા મળી હતી. પરંતુ, તેવટિયા અને મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની ભાગીદારીએ બધું બદલી નાખ્યું હતું.
ગુજરાતને 159 રનનો લક્ષ્યાંક :લખનઉ જોઈન્ટે ગુજરાત સામે 159 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ સિઝનમાં બન્ને ટીમો પ્રથમ વખત લીડ કરી રહી છે. બન્ને ટીમો પહેલીવાર IPLમાં રમી રહી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. લોકેશ રાહુલ લખનઉ સુપરજાયન્ટ્સનો કેપ્ટન છે.