ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2021: આજે CSK અને MI વચ્ચે જામશે ટક્કર - રમતગમતના સમાચાર

મુંબઈની શરૂઆત ધીમી હોય છે પરંતુ તે ટુર્નામેન્ટના અંતમાં તે પ્રદર્શન સારૂ કરે છે. આ સિઝનમાં, તેણે તેની છઠ્ઠી અને સાતમી મેચમાં પ્રભુત્વ જમાવ્યું, પરંતુ પછી કોરોનાને કારણે ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી.

IPL 2021: આજે CSK અને MI વચ્ચે જામશે ટક્કર
IPL 2021: આજે CSK અને MI વચ્ચે જામશે ટક્કર

By

Published : Sep 19, 2021, 12:37 PM IST

  • આજેખી IPLની શરૂઆત
  • CSK અને મુંબઈ ઈન્ડીય વચ્ચે મેચ
  • ચાહકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ

દુબઈ: IPL ખિતાબ જીતવાની દ્રષ્ટિએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) બે સૌથી સફળ ફ્રેન્ચાઈઝી છે અને આઈપીએલ 2021 નો બીજો તબક્કો રવિવારે આ બંને ટીમો વચ્ચેની મેચથી શરૂ થશે. CSK ની ટીમ સાત મેચમાંથી પાંચ જીત સાથે ટેબલમાં બીજા સ્થાને છે જ્યારે મુંબઈની ટીમ સાત મેચમાંથી ચાર જીત સાથે આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

મુંબઈનું પ્રદર્શન

મુંબઈની શરૂઆત ધીમી હોય છે પરંતુ તે ટુર્નામેન્ટના અંતમાં તે પ્રદર્શન સારૂ કરે છે.. આ સિઝનમાં, તેણે તેની છઠ્ઠી અને સાતમી મેચમાં પ્રભુત્વ જમાવ્યું, પરંતુ પછી કોરોનાને કારણે ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી. તે કેવી રીતે શરૂ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. મુંબઈમાં બે મહત્વના ખેલાડીઓ છે, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જે હમણાં જ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી પરત ફર્યા છે.

IPL 2021: આજે CSK અને MI વચ્ચે જામશે ટક્કર

આ પણ વાંચો : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના OSD લોકેશ શર્માએ આપ્યુ રાજીનામું

CSKનું પ્રદર્શન

CSK પાસે શાર્દુલ ઠાકુર છે જેણે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ભારત માટે મેચ વિનિંગ પ્રદર્શન કર્યું હતું. CSK ને સારી શરૂઆત મળી શકે છે કારણ કે તેઓ આરામ મળ્યો હતો અને વધુ સારી તૈયારી કરે છે. ફાફ ડુ પ્લેસિસ ઋતુરાજ ગાયકવાડ સાથે ટોચ પર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન લીગમાં સાત મેચમાં 64 ની સરેરાશથી 320 રન સાથે ત્રીજા ક્રમે હતો.

આ પણ વાંચો : આજે અનંત ચતુર્દશી: ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્વ

રોહિત પાસે એક તક

બંને ટીમોમાં પાવર હિટિંગ અને બેટિંગની તાકાતને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્કોરની અપેક્ષા રાખી શકાય છે. આ મેચ અને બાકીની મેચ પણ રોહિત માટે એક સક્ષમ કેપ્ટન તરીકેની પોતાની ઓળખ સાબિત કરવાની તક હશે. તે ઘણું ધ્યાન ખેંચશે કારણ કે તે ભારતના શ્રેષ્ઠ શોર્ટ ફોર્મેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ સામે રમશે.

ABOUT THE AUTHOR

...view details