ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2021 આજે મુંબઈ ઇન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, જે જીતે તેને ટોપ ફોરની આશા - મુંબઇ ઇન્ડિયન્સનુ પ્રદર્શન

IPL 2021,મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વિજેતા ટ્રેક પર પાછા ફરવા માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પંજાબ સામે ટકરાશે. પંજાબનું પ્રદર્શન પણ મિશ્ર રહ્યું છે. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે.

IPL 2021 આજે મુંબઈ ઇન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, જે જીતે તેને ટોપ ફોરની આશા
IPL 2021 આજે મુંબઈ ઇન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, જે જીતે તેને ટોપ ફોરની આશા

By

Published : Sep 28, 2021, 1:59 PM IST

  • IPL 2021ની 41મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે
  • હાર્દિક પંડ્યા હજુ સુધી કોઈ ચમત્કાર નથી કર્યો
  • પંજાબ કિંગ્સની બેટિંગ લાઈન મજબૂત

અબુધાબી: સતત ત્રણ હાર બાદ, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ટોચના ક્રમના બેટ્સમેનોએ મંગળવારે પંજાબ કિંગ્સ સામેની આઈપીએલ મેચમાં પોતાની ભૂલો સુધારવી પડશે અને જીતના પટ્રી પર પાછા ફરવું પડશે નહીંતર ઘણું મોડું થઈ જશે. યુએઈમાં આઈપીએલ ફરી શરૂ થયા બાદ ત્રણેય મેચ હાર્યા. મુંબઈ સાતમા સ્થાને પહોંચી ગયું છે. મુંબઈના 10 મેચમાંથી આઠ પોઇન્ટ છે.

મુંબઈની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લક્ષ્યનો પીછો કરી શકી ન હતી. જ્યારે મુંબઈ પ્રથમ બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગઈ હતી. પાંચ વખતની ચેમ્પિયન ટીમના બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન જેવા યુવા બેટ્સમેન ફોર્મમાં નથી. કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી બે મેચમાં 33 અને 43 રન બનાવ્યા હતા.

મુંબઇ ઇન્ડિયન્સનુ પ્રદર્શન

હાર્દિક પંડ્યા પ્રથમ બે મેચમાંથી બહાર થયા બાદ ટીમમાં પરત ફર્યો હતો પરંતુ તે કોઈ ચમત્કાર કરી શક્યો ન હતો. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ છે. આઈપીએલ બાદ જ યુએઈ અને ઓમાનમાં ટી 20 વર્લ્ડ કપ રમાવાનો છે.બોલિંગમાં જસપ્રિત બુમરાહે ત્રણ મેચમાં આઠ વિકેટ લીધી છે પરંતુ ટ્રેન્ટ બોલ્ટ અને એડમ મિલને માત્ર ત્રણ વિકેટ મેળવી શક્યા હતા. સ્પિનરો રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યાએ નિરાશ કર્યા છે.

પંજાબ કિંગ્સનુ પ્રદર્શન

બીજી બાજુ પંજાબ પાંચમા સ્થાને છે, પંજાબ બોલરો દ્વારા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. પંજાબ દસ મેચમાંથી આઠ પોઈન્ટ્સ ધરાવે છે અને આગામી મેચોમાં શરમાઈ શકે તેવી સ્થિતિમાં નથી. પંજાબમાં ટોચના વર્ગના વિદેશી અને ભારતીય ખેલાડીઓ છે પરંતુ આ ટીમ ક્યારેય સતત સારુ પ્રદર્શન કરી શકી નથી.

પંજાબની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં ચાર રન બનાવી શકી નહોતી. તે પછી છેલ્લી મેચમાં ત્રણ ફેરફાર કર્યા અને જીત મેળવી.કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ પંજાબ પાસે સારા બેટ્સમેન છે. રાહુલ અને મયંક અગ્રવાલ સિવાય ક્રિસ ગેલ, એડેન માર્કરમ અને નિકોલસ પૂરણ સાથે બેટિંગ મજબૂત દેખાય છે. જોકે છેલ્લી મેચમાં તે શારજાહની ધીમી પીચને અનુકૂળ થઈ શક્યો ન હતો.

આ પણ વાંચોઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિસ ગેઈલ પર આપ્યું નિવેદન, ગેઈલ જેવા ખેલાડીને ઓપનિંગમાં મોકલવો જોઈએ

આ પણ વાંચોઃ WATCH: મેચ બાદ રૂપેન્દ્રસ સિંહના ઘરમાં ઉત્સવનો માહૌલ

ABOUT THE AUTHOR

...view details