- IPLમાં CSK માટે રોબિન ઉથપ્પાની આ પ્રથમ મેચ હતી
- દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર-1
- ધોની-રાયડુએ 5મી વિકેટ માટે 70 રન જોડ્યા હતા.
IPL-2021 ફેઝ-2માં સોમવારે બે ટેબલ ટોપર્સ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં કેપ્ટન કૂલ એન્ડ ટીમે 5 વિકેટના નુકસાને 136 રન કર્યા હતા. રિષભની ટીમ દિલ્હીએ 2 બોલ ચેઝ કરી 3 વિકેટથી મેચ જીતી લીધી હતી
આક્રમક શરૂઆત પછી પંત આઉટ
પૃથ્વી શો અને શિખર ધવને પહેલી વિકેટ માટે 24 રન જોડ્યા હતા. ત્રણ ચોગ્ગા મારી ચૂકેલો શો આક્રમક ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ ત્યારે જ દીપક ચહરે તેને પેવેલિયન ભેગો કરીને ચેન્નઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી. ત્યારપછી શ્રેયસ અય્યર પણ 2 રનના સ્કોર પર આઉટ થઈ જતા દિલ્હીની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ધોનીની ખેલદિલીએ ફેન્સના દિલ જીત્યા
ચેન્નઈના કેપ્ટન MS ધોનીએ 27 બોલ પર 18 રન કર્યા અને આવેશ ખાનના બોલ પર વિકેટ પાછળ રિષભ પંતને કેચ આપી બેઠો હતો. તેવામાં દિલ્હીની ટીમ અપીલ કરે તેની સાથે જ ધોની પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
ઋતુરાજને મોટી તક મળી
ઋતુરાજ ગાયકવાડને મેચના બીજા જ બોલ પર એનરિક નોર્ટ્યાએ LBW આઉટ કર્યો હતો, પરંતુ ગાયકવાડે અમ્પાયરના નિર્ણયની વિરુદ્ધ જઈને DRS લીધો હતો. રિપ્લેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, બોલ વિકેટ છોડીને લેગ-સ્ટમ્પની બહાર જતો હતો. જે બાદ ઋતુરાજને 0 પર મોટું જીવનદાન મળ્યું હતું. જોકે તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને નોર્ત્યાના બોલ પર (13)ના સ્કોર પર આર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો.