- IPLમાં ચેતેશ્વર પૂજારાને 50 લાખમાં ખરીદાયો
- 2021ની IPL CSKમાંથી રમશે ચેતેશ્વર પૂજારા
- હનુમા વિહારી આ સિઝનમાં રહ્યો હતો અનસોલ્ડ
મુંબઇ: ભારત અને ચૈન્નઇ સુપરકિંગ્સના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે રાઇટ હેન્ડેડ બેટ્સમેન હનુમા વિહારી આઇપીએલ 2021નો ભાગ બન્યો હોત તો સારું હતું. પૂજારાને 50 લાખમાં CSKએ ખરીદ્યો હતો. જ્યારે હનુમા વિહારી અનસોલ્ડ રહ્યો હતો. આ અંગે પૂજારાએ વધુમાં જણાવ્યું હતું કે 'હું ખુશ છું કે મેં ભારતીય ટીમ માટે જે કર્યું છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મને એ પણ જાણવા મળ્યું હતું કે જ્યારે મારી પસંદગી થઇ ત્યારે તાળી પાડી હતી. મને ખબર છે કે જ્યારે તમે ભારતીય ટીમ માટે કઇંક કરો છો ત્યારે લોકોને એ ગમે છે. માત્ર ફ્રેન્ચાઇઝી જ નહીં ભારતીય ટીમના લોકો પણ મારા ખેલાડી મિત્રો પણ મારા માટે ખુશ છે.'
વધુ વાંચો:DC આસિસ્ટન્ટ કોચ કૈફે કહ્યું કે, "ખિતાબ જીતવા માટે અમારી પાસે ખેલાડીઓ છે."