અમદાવાદ: TATA IPL 2023 સિઝન શરૂઆત ધમાકેદાર થઈ છે. તમામ ટીમ પોતાની બે મેચ રમી ચુકી છે. મોટાભાગની ટીમ પણ ઈજાગ્રસ્ત સામનો કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ સતત બે જીત મેળવીને પોતાનું ધમાકેદાર ફોર્મ તમામ ટીમને બતાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ખૂબ જ જેથી લઈને હવે સતત ત્રીજી જીત મેળવવા માટે પણ પૂરતો પ્રયાસ કરશે. જીત મેળવવાની સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં ટોપનું સ્થાન મેળવી લેશે. બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ મેચ હાર બાદ બીજી મેચમાં પણ શાનદાર જીત મેળવી છે.કોલકતા પોતાની જીતની જાળવી રાખવા માટે પણ પૂરતો પ્રયાસ કરશે.
કોલકતા નાઈટ રાઈડર્સ માટે બેટિંગ ચિંતાનો વિષય:કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે બેટિંગ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. બોલિંગમાં તો સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે પરંતુ બેટિંગમાં જોઈએ તેવી પ્રમાણે ધાર જોવા મળતી નથી. કપ્તાન હિતેશ રાણા પણ ખાસ બેટિંગમાં પ્રદર્શન જોવા મળ્યું નથી. ગત મેચમાં રીંકુ સિંહ અને શાર્દુલ ઠાકોરની શાનદાર પ્રદર્શનથી મોટો સ્કોર કર્યો હતો પરંતુ હજુ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટર આદ્રે રસેલ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેથી કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે બેટિંગ મુખ્ય સમસ્યા બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટિંગ અનુકૂળ પીચ હોવાને કારણે ફોર્મમાં પરત આવવાનો પ્રયત્ન રહેશે.
આ પણ વાંચોMI vs CSK : રોહિત-ધોનીની કેપ્ટન્સી તેમજ પોલાર્ડ-બ્રાવોના કોચિંગની પણ કસોટી થઈ