નવી દિલ્હીઃIPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે 8માંથી 5 મેચ જીતી છે. આ સિઝનમાં CSKની તાકાત તેના બેટ્સમેનો કેવું પ્રદર્શન કરી રહી છે અને સુકાની એમએસ ધોની તેના સંસાધનોનો સંપૂર્ણતા માટે કેવી રીતે ઉપયોગ કરી રહ્યો છે તેના પર છે.
ધોનીના કર્યા વખાણ:ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ધોનીના સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરવા બદલ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ઘૂંટણની ઈજા તેને સતત પરેશાન કરી રહી હોવાથી તે પોતાની તેમજ તેના સાથી ખેલાડીઓની સંભાળ લઈ રહ્યો છે. માંજરેકરે કહ્યું કે એમએસ ધોની એક ચતુર ક્રિકેટર છે. તે તેની મર્યાદા જાણે છે. અમે આ સિઝનમાં તેનો નવો અવતાર જોયો છે, પહેલા તે ટીમનું સંચાલન કરતો હતો પરંતુ આ વર્ષે તે પોતાની જાતને પણ સંભાળી રહ્યો છે.
આ પણ વાંચો:Vijay Shankar :વિજય શંકરની તોફાની પારીનું સિક્રેટ, જેણે ગુજરાત ટાઇટન્સને ટોચ પર પહોંચાડ્યું
શિવમ દુબે પાસે રેન્જ અને પાવર: ચેન્નાઈ માટે આ સિઝનમાં સૌથી મોટી સકારાત્મક ઓલરાઉન્ડર શિવમ દુબેની બેટિંગ રહી છે. આ ઉંચો ડાબોડી બેટ્સમેન આ આઈપીએલમાં મોટી સિક્સર ફટકારવાની મજા માણી રહ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી પણ મુંબઈના આ બેટ્સમેનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. શાસ્ત્રીએ કહ્યું કે શિવમ દુબે પાસે રેન્જ અને પાવર છે. તે લાંબો છે અને તેની જગ્યાએ ઉભા રહીને સરળતાથી સિક્સર મારી શકે છે. તેની આ ગુણવત્તા તેને ખતરનાક બેટ્સમેન બનાવે છે.
આ પણ વાંચો:IPL 2023માં અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા અને મોહિત શર્માએ સાબિત કર્યું કે 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'
રહાણે પરનો વિશ્વાસ ફળીભૂત:અજિંક્ય રહાણેનું નવું ફોર્મ પણ ચેન્નાઈ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન ફિન્ચનું માનવું છે કે કોચ સ્ટીફન ફ્લેમિંગ અને કેપ્ટન ધોનીનો રહાણે પરનો વિશ્વાસ ફળીભૂત થઈ રહ્યો છે. એરોન ફિન્ચે કહ્યું કે રહાણેને ચેન્નાઈની ટીમમાં રમવાની આઝાદી મળી છે. ગયા વર્ષે ખરાબ પ્રદર્શન બાદ તેણે વિચાર્યુ હશે કે તેના માટે આઈપીએલ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ તેને ચેન્નાઈમાં તક મળી. ધોની અને ફ્લેમિંગે તેના ખભા પર ધબ્બો માર્યો અને કહ્યું, 'તમે રમી રહ્યા છો, થોડી મજા કરો અને તમારી જાતને વ્યક્ત કરો'.
(IANS)