હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લીગ તબક્કાની 65મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 186 રનનો સ્કોર બનાવ્યો હતો. અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને જીત માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લુરુએ 19.2 ઓવરમાં 2 વિકેટના નુકસાને 187 રન બનાવીને જીત હાંસલ કરી અને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ફોરમાં સ્થાન બનાવી લીધું હતું. મુંબઈ ઈન્ડિયન્સ ચાર નંબરથી પાંચ નંબર પર આવી ગયું હતું.
RCBને 187 રનનો ટાર્ગેટ આપ્યો:હૈદરાબાદે બેંગ્લોરને 187 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ કોહલીએ સિઝનની સાતમી અડધી સદી મારી છે. અભિષેક શર્માએ 14 બોલમાં 11, રાહુલ ત્રિપાઠીએ 12 બોલમાં 15, કેપ્ટન એડન માર્કરામે 20 બોલમાં 18, હેરી બ્રુકે 19 બોલમાં 27 અને ગ્લેન ફિલિપ્સે 4 બોલમાં 5 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી બ્રેસવેલે 2 જ્યારે શાહબાઝ અહેમદ અને હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બેટિંગઃવિરાટ કોહલી 63 બોલમાં 12 ચોક્કા ને 4 સિક્સ ફટકારીને 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ આઈપીએલમાં છઠ્ઠી સેન્ચુરી મારી હતી. ફાફ ડુ પ્લેસીસ(કેપ્ટન) 47 બોલમાં 7 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 71 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ 3 બોલમાં 5 રન(નોટઆઉટ) અને મિશેલ બ્રાસવેલ 4 બોલમાં 4 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા. અને આમ બેંગ્લુરુએ 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી લીધા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગઃભુવનેશ્વર કુમાર 4 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ ઝડપી હતી. અભિષેક શર્મા 3 ઓવરમાં 28 રન આપ્યા હતા. ટી નટરાજન 4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ લીધી હતી. કાર્તિક ત્યાગી 1.2 ઓવરમાં 21 રન આપ્યા હતા. નિતિશ રેડ્ડી 2 ઓવરમાં 19 રન, મયંક ડાગર 4 ઓવરમાં 25 રન અને ગ્લેન ફિલિપ્સ 1 ઓવરમાં 10 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL2023 Points Table)આજની મેચના પરિણામ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 14 પોઈન્ટ સાથે ચોથા ક્રમે આવી ગયું હતું. પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સના 18 પોઈન્ટ હતા. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 15 પોઈન્ટ અને ચોથા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 14 પોઈન્ટ અને પાંચમાં નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ હતા. રાજસ્થાન રોયલ્સના 12 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ, પંજાબ કિંગ્સના 12 પોઈન્ટ, દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ(E)અને સનરાઈઝર્સ હૈદરાબાદના 8 પોઈન્ટ(E) હતા.
મેચ પહેલાનું એનાલિસીસઃSRH ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચ સહિત તેની અગાઉની બે મેચ હારી ચૂક્યું છે. જીટીએ શુભમન ગીલની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ફાઈફર લીધો અને SRH માટે સૌથી સફળ બોલર રહ્યો. હેનરિક ક્લાસને 44 બોલમાં 64 રન બનાવ્યા અને એકલા યોદ્ધાની ભૂમિકા ભજવી. અન્ય કોઈ બેટ્સમેન 30 રનના સ્કોર સુધી પણ પહોંચી શક્યું ન હતું. SRH 34 રનથી મેચ હારી ગયું.