જયપુર:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 37મી મેચ CSK અને RR વચ્ચે જયપુરમાં આવેલ સ્વામી માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સએ પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમની શરૂઆત ખુબજ સારી જોવા મળી હતી અને 20 ઓવરમાં 5 વિકેટ 202 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને કુલ 170 રન કર્યા હતા. અને ચેન્નાઈની ખરાબ રીતે હાર થઈ હતી. ચેન્નાઈની બેટિંગ લાઈનઅપ નિષ્ફળ ગઈ હતી.
રાજસ્થાન રોયલ્સ નંબર વનઃ આજની મેચ જીત્યા પછી રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પોઝીશન પર આવી ગઈ હતી. અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ 8 મેચ રમીને 5 મેચ જીત્યું છે અને 3 હાર્યું છે. આમ રાજસ્થાને 10 પોઈન્ટ મેળવી લીધા છે. અને નંબર વન પોઝીશન પર પહોંચી ગયું છે. તેમજ રાજસ્થાને આજની મેચમાં 200થી વધુ રન કર્યા હતા, જેથી રનરેટના આધારે પણ નંબર વન પોઝીશન પર આવી ગયું છે.
RR બેટીંગ : રાજસ્થાનની ટીમે પ્રથમ બેટીંગ કરતા CSKને જીત માટે 203 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં યશસ્વિ જયસ્વાલએ 77 રન, જોસ બટલરએ 27 રન, સંજૂ સેમસનએ 17 રન, શિમરન હેટમાયરએ 8 રન, ધ્રુવ જૂરેલએ 34 રન, દેવદત પડિકલ્લએ 27 રન (અણનમ) અને અશ્વિનએ 1 રન (અણનમ) બનાવ્યો હતો.
CSKની બોલિંગ :ચૈન્નાઇ સુપર કિંગ્સએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં આકાશ સિંઘએ 2 ઓવરમાં 0 વિકેટ, તુષાર દેશપાંડએ 4 ઓવરમાં 2 વિકેટ, મનિષએ 4 ઓવરમાં 1 વિકેટ, જાડેજાએ 4 ઓવરમાં 1 વિકેટ, મોઇન અલિએ 2 ઓવરમાં 0 વિકેટ અને મથીશાએ 4 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગઃ રુતુરાજ ગાયકવાડ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. ડેવન કોનવે 16 બોલમાં 8 રન, અજિંક્ય રહાણે 13 બોલમાં 15 રન કર્યા હતા. શિવમ દુબે 33 બોલમાં 2 ચોક્કા અને 4 સિક્સની મદદથી 52 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 2 બોલમાં શૂન્ય રન, મોઈન અલી 12 બોલમાં 23 રન અને રવિન્દ્ર જાડેજા 15 બોલમાં 23 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને એક એલબીનો અને એક વાઈડ એમ કુલ 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરને અંતે 6 વિકેટ ગુમાવીને કુલ 170 રન બનાવી શકી હતી અને રાજસ્થાન રોયલ્સની 32 રને જીત થઈ હતી.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ સનદીપ શર્મા 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. કુલદીપ યાદવ 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડર 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વીન 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પા 3 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ લીધી હતી. યઝુવેન્દ્ર ચહલ 2 ઓવરમાં 21 રન આપ્યા હતા.