ગુજરાત

gujarat

ETV Bharat / sports

DC vs SRH IPL 2023: દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદની 9 રને શાનદાર જીત

TATA IPL 2023ની 40મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 197 રન બનાવ્યા હતા અને સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદે દિલ્હીને 188 રને અટકાવીને જીત હાંસલ કરી છે.

IPL 2023
IPL 2023

By

Published : Apr 29, 2023, 3:04 PM IST

Updated : Apr 30, 2023, 7:09 AM IST

નવી દિલ્હીઃટાટા આઈપીએલ 2023ની 40મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. બંને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર હતી. ત્યાર હવે હૈદરાબાદ જીત હાંસલ કરીને 8માં સ્થાન પર પહોંચી છે. તો બીજી તરફ દિલ્હી છેલ્લા સ્થાન પર રહી છે. જોકે, આ મેચમાં હૈદરાબાદે 197 રનનો ખડકલો કરી દેતા દિલ્હી માત્ર 9 રનથી હાર્યું છે.

દિલ્હી કેપિટલ : દિલ્હી કેપિટલ એ પ્રથમ બેટિંગ કરતાં અભિષેક શર્માએ 67 રન, મયંક અગ્રવાલ 5 રન, રાહુલ ત્રિપાઠીએ 10 રન, એડન માર્કએ 8 રન, હેરી બ્રુક 0 રન, હેનરિક કલાસેનએ 53 રન, અબ્દુલ સમદે 28 રન અને અકેલ હોસેઇન 16 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ :સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બોલિંગ કરતા દિલ્હીની છ વિકેટ ઝડપી હતી. જેમાં ઈશાંત શર્માએ 3 ઓવરમાં 1 વિકેટ, મિતચેલ માર્ચ 4 ઓવરમાં 4 વિકેટ અને અક્ષર પટેલે 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.
દિલ્હી કેપિટલ : જવાબમાં ડેવિડ વોર્નર 0 રન, ફિલ સલ્ટ 59 રન, મિચર માર્ચ 63 રન, મનીષ પાંડે 1 રન, પ્રયાગ ગર્ગ 12 રન, સરફરાજ ખાન 9 રન અક્ષર પટેલ 29 રન અને રીપલ પટેલ 11 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ : ભુવનેશ્વર કુમાર 4 ઓવરમાં 1 વિકેટ, અકેલ હોસેઇન 4 ઓવરમાં 1 વિકેટ, નટરાજન 4 ઓવરમાં 1 વિકેટ, મયંક 4 ઓવરમાં 2 વિકેટ, અભિષેક શર્મા 3 ઓવરમાં 1 વિકેટ ઝડપીને જીત હાંસલ કરી છે.
પોઇન્ટ ટેબલ :આજની મેચના જીતના પરિણામ પરથી સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાન પર આવી ગઈ છે અને દિલ્હી કેપિટલ્સ 10માં સ્થાન પર છે. પ્રથમ સ્થાને ગુજરાત ટાઇટલ્સ, બીજા સ્થાન પર રાજસ્થાન રોયલ, ત્રીજા સ્થાને લખનઉ, ચોથા સ્થાને ચેન્નાઈ સુપરકિંગ, પાંચમાં સ્થાને રોયલ ચેલેન્જર બેંગલોર, છઠ્ઠા સ્થાને કિંગ ઇલેવન પંજાબ, સાતમાં સ્થાને કોલકત્તા નાઈટ રાઈડર્સ, આઠમાં સ્થાને હૈદરાબાદ નવમાં સ્થાને મુંબઈ અને દસમાં સ્થાને દિલ્હી કેપિટલ્સ છે.
Last Updated : Apr 30, 2023, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details