નવી દિલ્હી:TATA IPL 2023ની 59મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સને જીત માટે 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પણ દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન રમી શક્યા ન હતા. અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 136 રન જ બનાવી શક્યા હતા. આમ પંજાબ કિંગ્સે 31 રનથી જીત મેળવી હતી અને પોઈન્ટસ્ ટેબલમાં છઠ્ઠા ક્રમે આવી ગયું હતું.
પંજાબ કિંગ્સની બેટિંગઃ પ્રભસિમરન 65 બોલમાં 10 ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 103 રન બનાવ્યા હતા. ધવન(કેપ્ટન) 5 બોલમાં 7 રન, લિવિંગ્સ્ટન 5 બોલમાં 4 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 5 બોલમાં 5 રન, સામ કુરન 24 બોલમાં 20 રન, હરપ્રિત બ્રાર 5 બોલમાં 2 રન, શાહરૂખ ખાન 4 બોલમાં 2 રન, રાઝા 7 બોલમાં 11 રન(નોટઆઉટ) અને રિશિ ધવન શૂન્ય બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 13 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા અને દિલ્હી કેપિટલ્સને જીત માટે 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
દિલ્હી કેપિટલની બોલીંગઃ ખલીલ અહેમદ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. ઈશાંત 3 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. પ્રવીણ દૂબે 3 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ 4 ઓવરમાં 32 રન આપી 1 વિકેટ લીધી હતી. મિશેલ માર્શ 1 ઓવરમાં 21 રન અને મુકેશકુમાર 1 ઓવરમાં 3 રન આપી 1 વિકેટ લીધી હતી.
દિલ્હીની બેટિંગઃ ડેવિડ વોર્નર(કેપ્ટન) 27 બોલમાં 10 ચોક્કા ને 1 સિક્સ મારીને 54 રન બનાવ્યા હતા. ફિલિપ સોલ્ટ(વિકેટ કિપર) 17 બોલમાં 21 રન, મિશેલ માર્શ 4 બોલમાં 3 રન, રીલે રૂસો 5 બોલમાં 5 રન, અક્ષર પટેલ 2 બોલમાં 1 રન, મનિષ પાંડે 3 બોલમાં શૂન્ય રન, અમન હકીમ ખાન 18 બોલમાં 16 રન, પ્રવીણ દૂબે 20 બોલમાં 16 રન, કુલદીપ યાદવ 17 બોલમાં 10 રન અને મુકેશ કુમાર 7 બોલમાં 6 રન બનાવ્યા હતા. ટીમને 4 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ દિલ્હી કેપિટલ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 136 રનનો સ્કોર બનાવ્યો હતો. તેમ છતાં તે 31 રને હારી ગયું હતું.
પંજાબ કિંગ્સની બોલીંગઃ રિશિ ધવન 1 ઓવરમાં 10 રન, સામ કુરન 2 ઓવરમાં 18 રન, હરપ્રિત બ્રાર 4 ઓવરમાં 30 રન આપી 4 વિકેટ ઝડપી હતી. નાથન એલિસ 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ લીધી હતી. અર્શદીપ 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. રાહુલ ચાહર 4 ઓવરમાં 16 રન આપી 2 વિકેટ લીધી હતી. સિકન્દર રાઝા 1 ઓવરમાં 3 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table )ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ, ચોથા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સના 13 પોઈન્ટ અને પાંચમાં નંબરે રાજસ્થાન રોયલ્સના 12 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સના 12 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સના 10 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદના 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સના 8 પોઈન્ટ હતા.
મેચ પહેલાનું એનાલિસીસઃ આ સિઝનમાં અત્યાર સુધીની બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં 11 મેચમાંથી માત્ર 4 મેચ જીતી શકી છે અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10માં સ્થાને છે. તે જ સમયે, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. પંજાબ કિંગ્સે 11માંથી 5 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે આ સીઝનની આ પ્રથમ મેચ છે અને બંને ટીમો આ મેચ જીતીને 2 મહત્વના પોઈન્ટ મેળવવા ઈચ્છે છે. બંને ટીમો વચ્ચે આજે જોરદાર મુકાબલો થવાની આશા છે.