નવી દિલ્હી: IPL 2023ની 28મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં વરસાદના વિધ્ન વચ્ચે મેચ નિર્ધારીત સમય કરતા એક કલાક મોડી ચાલું થઇ હતી. જેમાં DCએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, તે તેમના માટે સારો સાબિત થયો હતો. KKRની ટીમને 20 ઓવરમાં 127 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી. અને દિલ્હી કેપિટલ્સ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 128 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમને પણ 128 રન કરવાના ફાંફા પડી ગયા હતા. માંડ માંડ જીત મેળવી હતી. દિલ્હીની આ સીઝનની પહેલી જીત છે.
KKRની બેટીંગ :કોલક્તાએ પ્રથમ બેટીંગ કરતા દિલ્હીને જીતવા માટે 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં જેસન રોયે 43 રન, લિટન દાસે 4 રન, ઐયરે 0 રન, નિતિશ રાણાએ 4 રન, મનદિપએ 12 રન, રિન્કુએ 6 રન, નારાયણે 4 રન, રસેલએ 38 રન (અણનમ), અનુકુલએ 0 રન, ઉમેશએ 3 રન અને વરુણએ 1 રન બનાવ્યો હતો.
DCની બોલિંગ :દિલ્હીએ પ્રથમ બોલિંગ કરતા કોલકત્તાને ઓલ આઉટ કરી હતી. જેંમા ઇશાંત શર્માએ 4 ઓવરમાં 2 વિકેટ, મુકેશએ 4 ઓવરમાં 1 વિકેટ, અનરિચે 4 ઓવરમાં 2 વિકેટ, અક્ષરએ 3 ઓવરમાં 2 વિકેટ, માર્શે 2 ઓવરમાં 0 વિકેટ અને કુલદિપએ 3 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.
દિલ્હી કેપિટલ્સની બેટિંગઃ ડેવિડ વૉર્નર(કેપ્ટન) 41 બોલમાં 57 રન કર્યા હતા. પૃથ્વી શો 11 બોલમાં 13 રન, મિશેલ માર્શ 9 બોલમાં 2 રન, ફિલિપ સોલ્ટ(વિકેટ કિપર) 3 બોલમાં 5 રન, મનિષ પાંડે 23 બોલમાં 21 રન, અક્ષર પટેલ 22 બોલમાં 19 રન(નોટ આઉટ), અમન હકીમ ખાન 2 બોલમાં શૂન્ય રન અને લલિત યાદવ 7 બોલમાં 4 રન બનાવ્યા હતા. ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ટીમનો 19.2 ઓવરમાં 6 વિકેટના નુકસાને 128 રન બનાવ્યા હતા.
કોલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગઃ ઉમેશ યાદવ 1 ઓવરમાં 6 રન આપ્યા હતા. કુલવંત ખેજરોલિયા 1.2 ઓવરમાં 20 રન, આન્દ્રે રસલ 1ઓવરમાં 12 રન અને સુનીલ નારીન 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. વરુણ ચક્રવર્તી 4 ઓવરમાં 1 મેઈડન 16 રન આપી અને 2 વિકેટ ઝડપી હતી. અનૂકુલ રોય 4 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ લીધી હતી. નિતિશ રાણા(કેપ્ટન) 4 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
દિલ્હીનું ખાતુ ખુલ્યુઃ દિલ્હી કેપિટલની ટીમે 6 મેચ રમીને 5 હારી છે અને આજની એક મેચ જીતી છે. જેથી તેણે પોઈન્ટ્સ ટેબલમાં ખાતુ ખોલાવ્યું છે અને 2 પોઈન્ટ્સ મેળવ્યા છે.