ગુજરાત

gujarat

ETV Bharat / sports

DC vs GT : જો તમે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ જોવા સ્ટેડિયમમાં જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો - आईपीएल 2023

જો તમે દિલ્હી કેપિટલ્સ સાથે ગુજરાત ટાઇટન્સની મેચ જોવા માટે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જઈ રહ્યા છો, તો આ માહિતી તમારા કામની છે. જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો મેચ દરમિયાન તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Etv BharatDC vs GT
Etv BharatDC vs GT

By

Published : Apr 4, 2023, 3:13 PM IST

નવી દિલ્હી: આજે IPLની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સાથે થશે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ દ્વારા તેના પ્રશંસકો માટે કેટલીક માહિતી શેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તમે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ જોવા આવો છો, તો આ સાવચેતી અવશ્ય રાખો.

કઈ વસ્તુઓ લઈને સ્ટેડિયમમાં આવવાની જરૂર નથીઃ દિલ્હી કેપિટલ્સ ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર મેચ જોવા આવતા લોકો માટે પાર્કિંગ અને અન્ય સુવિધાઓ વિશે માહિતી આપતાં કેટલીક વધુ માહિતી આપી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, જો તમે મેચ જોવા આવી રહ્યા છો તો તમારે કઈ વસ્તુઓ લઈને સ્ટેડિયમમાં આવવાની જરૂર નથી. અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃDC vs GT Match Preview: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ આજે આવશે સામસામે

આ માહિતીને ધ્યાનમાં રાખોઃમેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશવા અને બહાર નીકળવા અંગેની માહિતી દિલ્હી કેપિટલ્સની ટીમ દ્વારા પણ શેર કરવામાં આવી છે. જો તમે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ જોવા જઇ રહ્યા છો, તો આ માહિતીને ધ્યાનમાં રાખો, જેથી તમે અસુવિધાથી બચી શકો

આ પણ વાંચોઃHardik Pandya batting records: અરુણ જેટલી સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન

બંન્ને ટીમો માટેનું પ્રદર્શનઃતમને જણાવી દઈએ કે, IPL 2023ની શરૂઆત દિલ્હી કેપિટલ્સ માટે સારી રહી નથી. લખનૌમાં રમાયેલી પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 50 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં દિલ્હીની બેટિંગ અને બોલિંગ બંને અસરકારક સાબિત થઈ ન હતી. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે 4 વખતની IPL વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને તેમના વિજયી અભિયાનની શરૂઆત કરી હતી. એટલા માટે દિલ્હીને તેના હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતવા માટે આજે ખૂબ જ મજબૂત પ્રદર્શન કરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details