- ભારત-ઇંગ્લેન્ડની આગામી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે
- 1 લાખ 10 ની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
- વહીવટીતંત્રે ત્રીજી ટેસ્ટ માટે સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મંજૂરી આપી
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થનારી ત્રીજી ટેસ્ટ મેચ માટેની બધી જ ટિકિટ વેચાઈ ચૂકી છે અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ બાબતને લઈને ખુશી વ્યક્ત કરી છે. ગાંગુલીએ કહ્યું કે, આ સારો સંકેત છે પરંતુ ભારતમાં ક્રિકેટના સૌથી મોટો તબક્કો- IPLમાં પ્રેક્ષકો આવશે કે નહીં તેને લઈને જલ્દીથી નિર્ણય લેવામાં આવશે.
સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબરી પર છે અને આગામી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. 1 લાખ 10 ની ક્ષમતા સાથે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે.
લાંબા સમય બાદ અમદાવાદમાં કોઈ મેચ થઈ રહી છે
ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, ત્રીજી ટેસ્ટ માટેની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે, "અમદાવાદમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ માટે તમામ ટિકિટ વેચાઇ ગઈ છે, કારણ કે લાંબા સમય બાદ અહીં કોઈ મેચ થઈ રહી છે."
હું ક્રિકેટની વાપસી જોઈને ખૂબ જ ખુશ છું: ગાંગુલી
તેઓએ કહ્યું કે, હું ક્રિકેટની વાપસી જોઈને ખૂબ જ ખુશ છું. તે અદ્ભુત હશે. તેની બધી ટિકિટ વેચાઈ ગઈ છે. મેં જય શાહ (BCCI સેક્રેટરી) સાથે વાત કરી છે. તે ત્યાં સતત ટેસ્ટ મેચની તૈયારી પર નજર રાખી રહ્યા છે. અમદાવાદમાં ક્રિકેટની છ-સાત વર્ષ બાદ વાપસી થઈ રહી છે અને કારણ કે તેઓએ નવું સ્ટેડિયમ બનાવ્યું છે. મેં તેને કહ્યું હતું કે, આપણે ગુલાબી બોલ ટેસ્ટ સાથે એક દાખલો બેસાડવો પડશે.
ટેસ્ટમાં જ્યારે પણ ચાલ્યું છે રોહિતનું બેટ, હાર્યું નથી ભારત
આ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ક્ષમતા 1 લાખ 10 હજાર છે જે વિશ્વના કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમથી સૌથી વધુ છે. વહીવટીતંત્રે ત્રીજી ટેસ્ટ માટે સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મંજૂરી આપી દીધી છે. ઇંગ્લેન્ડે અહીં બે ટેસ્ટ અને પાંચ ટી -20 મેચ રમવાની છે, જેમાં ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી ગુલાબી બોલથી રમાશે.