- રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે વધુ એક આફત
- ડૈનિયલ સૈમ્સ પણ થયા કોરોના પોઝિટિવ
- ટીમે ટ્વિટ કરીને આપી માહિતી
હૈદરાબાદ : ઇંડિયન પ્રિમિયર લીગ(IPL) 2021 શરૂ થવાને હવે માત્ર બે જ દિવસ બાકી છે, તેવામાં વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમ (RCB) માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ટીમના ખેલાડી ડૈનિયલ સૈમ્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. થોડા દિવસ અગાઉ ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિકલ પણ કોવિડ પોઝિટિવ થયા હતા. ડૈનિયલ સૈમ્સના કોરોના પોઝિટિવ થવા અંગે RCBએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.
RCBએ ટ્વિટ કરી આપી માહિતી
RCBએ ટ્વિટ કર્યુ હતું કે ડૈનિયલ સેમ્સ 3 એપ્રિલે ચૈન્નઇ પહોંચ્યા હતાં ત્યાં સુધી તેઓ કોરોના નેગેટિવ હતાં. બાદમાં 7 એપ્રિલે તેમનો બીજો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ટ્વિટમાં વધુમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રૉયલ ચેલેન્જર્સની મેડિકલ ટીમ સતત ડૈનિયલના સંપર્કમાં છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.