ચેન્નાઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 41મી મેચ ચૈન્નાઇમાં આવેલ એમએ ચિદ્મબરમ્મ સ્ટેડિયમમાં CSK અને PBKS વચ્ચે રમાઇ હતી. જેમાં ચૈન્નાઇ સુપર કિંગ્સએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમને 20 ઓવરમાં 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. સામે પંજાબની ટીમે 20મી ઓવરનાં છેલ્લા બોલ પર 3 રન દોડીને 4 વિકેટે મેત જીતી લિધી હતી.
CSK બોલિંગ :રસાકસી ભર્યા મેચમાં પંજાબની જીત થઇ હતી. જેમાં આકાશ સિંધએ 3 ઓવરમાં 0 વિકેટ, તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 3 વિકેટ, મહિશએ 4 ઓવરમાં 0 વિકેટ, જાડેજાએ 4 ઓવરમાં 2 વિકેટ, મોઇન અલિએ 1 ઓવરમાં 0 વિકેટ અને મથીશાએ 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.
PBKS બેટીંગ :પંજાબની ટીમે 4 વિકેેટે મેચ જીતી હતી. જેમાં પ્રભિશિમરણએ 42 રન, શિખર ધવનએ 28 રન, અથર્વએ 13 રન, લિયામએ 40 રન, સેમ કરણએ 29 રન, જિતેસ શર્માએ 21 રન, શાહરુખ ખાનએ 2 રન (અણનમ) અને સિકંદર રજ્જાએ 13 રન (અણનમ) બનાવ્યા હતા.
CSK બેટીંગ :ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ચૈન્નાઇની ટીમે પંજાબને જીતવા માટે 201 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં ઋતુરાજ ગાયકવાડએ 37 રન, કોનવેએ 92 રન(અણનમ), શિવમ દુબેએ 28 રન, મોઇન અલીએ 10 રન, રવિન્દ્ર જાડેજાએ 12 રન અને મહેન્દ્ર સિંહ ધોનીએ 13 રન(અણનમ) બનાવ્યા હતા.