ચેન્નાઈઃચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે TATA IPL 2023ની 16મી સિઝનની આજે છઠ્ઠી મેચ રમાઇ રહી છે. જેમાં લખનઉએ ટોસ જીતીને ચેન્નાઇને બેટીંગ આપી હતી. જેમાં ચેન્નાઇએ પ્રથમ બેટીંગને લખનઉને 218 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી નોંધાવી હતી. લખનઉની શરુઆત સારી જોવા મળી હતી. પણ ચેન્નાઈએ વધુ રન કર્યા હતા. જેથી લખનઉ રન ચેઝ કરવા માટે ઝડપી રમત રમી હતી, પણ સાત વિકેટ ગુમાવી દીધી હતી. અને અંતે લખનઉ 12 રને હારી ગઈ હતી.
ચેન્નાઈનો સ્કોરબોર્ડઃ ચેન્નાઈ સુપરકિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી, જેમાં 20 ઓવરને અંતે સાત વિકેટ ગુમાવીને 217 રન કર્યા હતા. લખનઉને 218 રન કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈની ટીમમાંથી રૂતુરાજ ગાયકવાડ 31 બોલમાં 57 રન, કોનવે 29 બોલમાં 47 રન, શિવમ દૂબે 16 બોલમાં 27 રન, મોઈન 13 બોલમાં 19 રન, સ્ટોકેસ 8 બોલમાં 8 રન, રાયડૂ 14 બોલમાં 27 રન(નોટ આઉટ), રવિન્દ્ર જાડેજા 6 બોલમાં 3 રન, ધોની 3 બોલમાં 12 રન અને સન્ટનેર એક બોલ એક રન(નોટ આઉટ) રહ્યા હતા.
લખનઉની બોલીંગ પર એક નજરઃ લખનઉની બોલીંગની વાત કરીએ તો કે માયર્સ બે ઓવરમાં 16 રન આપ્યા હતા. અવેશ ખાન 3 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ક્રુનાલ પંડ્યા બે ઓવરમાં 21 રન, કે ગૌત્તમ એક ઓવરમાં 20 રન, માર્ક વૂડ 4 ઓવરમાં 49 રન આપી 3 વિકેટ લીધી હતી. યશ ઠાકુર 4 ઓવરમાં 36 રન આપ્યા અને રવિ બશ્નોઈ 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
લખનઉનો સ્કોરકાર્ડઃ લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 205 રન કર્યા હતા. કે એલ રાહુલ 18 બોલમાં 20 રન, કેએલ માયર્સ 22 બોલમાં 53 રન, દીપક હૂડા 6 બોલમાં 2 રન, ક્રુનાલ પંડયા 9 બોલમાં 9 રન, માર્ક્સ સ્ટોઈનિસ 18 બોલમાં 21 રન, નિકોલસ પુરણ 18 બોલમાં 32 રન, આયુશ બદોની 18 બોલમાં 23 રન, ક્રિશ્નપ્પા ગૌત્તમ 11 બોલમાં 17 રન(નોટ આઉટ) અને માર્ક વૂડ 3 બોલમાં 10રન(નોટ આઉટ) રહ્યા હતા.
ચેન્નાઈની બોલીંગઃ ચેન્નાઈની બોલીંગ લાઈનઅપ પર નજર કરીએ તો દીપક ચહર 4 ઓવરમાં 55 રન આપ્યા હતા. બેન સ્ટોક્સ એક ઓવર 18 રન, તુષાર દેશપાંડે 4 ઓવર 45 રન આપી બે વિકેટ લીધી હતી. મોઈન અલી 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. મિતશેલ સન્ટનેર 4 ઓવરમાં 21 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આર એસ હંગારગેકર બે ઓવરમાં 24 રન અને રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 14 રન આપ્યા હતા.
પોઈન્ટટેબલઃઆઈપીએલ 2023ના પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો રાજસ્થાન રોયલ 2, રોયલ ચેલેન્જર્સ 2, લખનઉ સુપર જાયન્ટ્સ 2, ગુજરાત ટાઈટન્સ 2, પંજાબ કિંગ્સ 2, ચેન્નાઈ સુપર કિંગ્સ 2 પોઈન્ટ મેળવ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પોઈન્ટમાં ખાતું ખોલાવ્યું નથી.