ચેન્નાઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 29મી ચેન્નાઈના એમએ ચિદ્મબરમ્ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં CSKના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. SRHએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 134 રન બનાવ્યા હતા. CSKને જીતવા માટે 135 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પણ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 18.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી નાંખ્યો હતો. અને 7 વિકેટે જીત મેળવી લીધી હતી.
SRHની બેટીંગ : ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જેમાં હેરી બ્રુકે 18 રન, અભિષેક શર્માએ 34 રન, રાહુલ ત્રિપાઠીએ 21 રન, ક્લાસેનએ 17 રન, મયંક અગ્રવાલએ 2 રન, જાનસેને 17 રન(અણનમ) અને સુંદરે 9 રન બનાવ્યા હતા.
CSKની બોલિંગ :ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલ CSKએ 20 ઓવરમાં 7 વિકેટ ઝડપી પાડી હતી. જેમાં આકાશ સિંહએ 3 ઓવરમાં 1 વિકેટ, તુષાર દેશપાંડેએ 3 ઓવરમાં 0 વિકેટ, થિકશાનાએ 4 ઓવરમાં 1 વિકેટ, મોઇન અલીએ 2 ઓવરમાં 0 વિકેટ, જાડેજાએ 4 ઓવરમાં 3 વિકેટ અને પાથીરાનાએ 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપરકિંગ્સની બેટિંગઃ રૂતુરાજ ગાયકવાડ 30 બોલમાં 35 રન, દેવોન કોનવે 57 બોલમાં 77રન(નોટ આઉટ), અજિંક્ય રહાણે 10 બોલમાં 9 રન, અબાંતી રાયડુ 9 બોલમાં 9 રન અને મોઈનઅલી 6 બોલમાં 6 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 18.4ઓવરમાં 3 વિકેટે 138 રન થયા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદનીબોલીંગઃ ભુવનેશ્વર કુમાર 2 ઓવરમાં 10 રન, માર્કો જેનસન 3 ઓવરમાં 37 રન, એઈડનમાર્કરમ(કેપ્ટન) 1 ઓવરમાં 11 રન, વોશિગ્ટન સુંદર 2.4 ઓવરમાં 16 રન આપ્યા હતા. મયંકમાર્કેન્ડે 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. ઉમરાન મલિક 3 ઓવરમાં 18 રન અનેમયંક ડાગર 3 ઓવરમાં 21 રન આપ્યા હતા.