ચેન્નાઈઃTATA IPL 2023ની 49મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા અને ચેન્નાઈને મેચ જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 17.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવી નાંખ્યા હતા. આમ ચેન્નાઈએ 6 વિકેટથી જીત નોંધાવી દીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ ગ્રીન 4 બોલમાં 6 રન, ઈશાન કિશાન(વિકેટ કિપર) 9 બોલમાં 7 રન, રોહિત શર્મા(કેપ્ટન) 3 બોલમાં શૂન્ય રન, નેહલ વઢેરા 51 બોલમાં 8 ચોક્કા ને 1 સિક્સની મદદથી 64 રન, સૂર્યાકુમાર યાદવ 22 બોલમાં 26 રન, ત્રિસ્તાન સ્ટ્બ્સ 21 બોલમાં 20 રન, ટિમ ડેવિડ 4 બોલમાં 2 રન, અર્શદ ખાન 2 બોલમાં 1 રન, જોફ્રા આર્ચર 2 બોલમાં 3 રન(નોટ આઉટ) અને ચાવલા 2 બોલમાં 2 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 8 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ
- IPL 2023 : રાજસ્થાન સામે ગુજરાત ટાઇટન્સની 9 વિકેટે ધમાકેદાર જીત
- 'Thala Dhoni': 'થાલા' ધોની, મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા નેટ્સ પર માહીની તૈયારી
- KL Rahul Injured: લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે IPLમાંથી બહાર
ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગઃ ડી ચહર 3 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા 4 ઓવરમાં 37 રન આપી 1 વિકેટ લીધી હતી. મોઈન 1 ઓવરમાં 10 રન આપ્યા હતા. એમ થીકસાના 4 ઓવરમાં 28 રન અને મથીસા પાથિરાના 4 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગઃ રૂતુરાજ ગાયકવાડ 16 બોલમાં 30 રન, ડેવન કોનવે 42 બોલમાં 44 રન, અજિન્કેય રહાણે 17 બોલમાં 21 રન, અંબાતી રાયડુ 11 બોલમાં 12 રન, શિવમ દુબે 18 બોલમાં 26 રન(નોટ આઉટ) અને એમ એસ ધોની 3 બોલમાં 2 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 17.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને 140 રન બનાવીને 6 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ કેમરોન ગ્રીન 1 ઓવરમાં 10 રન આપ્યા હતા. જોફ્રા આર્ચર 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. અર્શદ ખાન 1.4 ઓવરમાં 28 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ લીધી હતી. રાઘવ ગોયલ 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. ત્રિસ્તાન સ્ટબ્સ 2 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આકાસ મધવાલ 1 ઓવરમાં 4 રન આપી 1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછી ગુજરાત ટાઈટન્સ 14 પોઈન્ટ સાથે પ્રથમ નબરે રહ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સની આજની જીત પછી 13 પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગયું હતું. ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ, પંજાબકિંગ્સ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ 6 પોઈન્ટ હતા.
બન્ને ટીમનું પ્રદર્શનઃ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 35 IPL મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 20 મેચ જીતી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 15 મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સ 10માંથી 5 મેચ જીતીને 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને 9 મેચમાંથી 5 જીતીને 10 પોઈન્ટ સાથે છે. મુંબઈ ઈન્ડિયન્સ છઠ્ઠા ક્રમે છે. સ્થિતિ બંને ટીમો વચ્ચે આજે જોરદાર મુકાબલો જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ફેરફાર: મુંબઈ ઈન્ડિયન્સે આજની મેચ માટે પોતાના પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. કુમાર કાર્તિકેય બહાર છે, રાઘવ ગોયલ આજે તેની જગ્યાએ ડેબ્યૂ કરી રહ્યો છે. તિલક વર્મા બીમાર છે, તેથી તેના સ્થાને ટ્રિસ્ટન સ્ટબ્સને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેની છેલ્લી મેચના પ્લેઈંગ-11 સાથે મેદાનમાં ઉતરશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, અરશદ ખાન.
અવેજી પ્રભાવિત ખેલાડીઓ:કુમાર કાર્તિકેય, રમણદીપ સિંહ, દેવલ્ડ બ્રેવિસ, રાઘવ ગોયલ, વિષ્ણુ વિનોદ
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ:રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), દીપક ચહર, મતિષા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના
અવેજી પ્રભાવિત ખેલાડીઓ:અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રાશિદ, આકાશ સિંહ