ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL માં આવતા કોરોના કેસને લઈને ભારે ચિંતિત - ટી નટરાજન

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને કહ્યું, "ખબર નથી કે તે કેવી રીતે થયું. ખેલાડીઓ અહીં ચુસ્ત બાયો બબલમાં છે અને અમે તેમને વધુ સાવચેતી રાખવા કહ્યું છે." તેમજ BCCI IPL માં આવતા કોરોના કેસને લઈને ચિંતિત પણ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL માં આવતા કોરોના કેસને લઈને ભારે ચિંતિત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL માં આવતા કોરોના કેસને લઈને ભારે ચિંતિત

By

Published : Sep 24, 2021, 10:10 AM IST

  • ખેલાડીઓને વધુ સાવચેતી રાખવા કહ્યું છે
  • BCCI IPL માં આવતા કોરોના કેસને લઈને ચિંતિત છે.
  • નટરાજન સાથે, તેમની નજીક આવેલા છ નજીકના લોકોને અલગ રાખવામાં આવ્યા

નવી દિલ્હી: આઇપીએલના બીજા તબક્કામાં કોરોનાએ પણ દસ્તક આપી છે અને સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન બુધવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. ક્રિકેટરો અહીં ચુસ્ત બાયો બબલમાં છે અને તમામ સાવચેતી રાખી રહ્યા છીએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL માં આવતા કોરોના કેસને લઈને ચિંતિત છે.

આ પણ વાંચો : IPL : KKR ની મુંબઈ પર એકતરફી જીત : અય્યર-ત્રિપાઠીની તોફાની ઇનિંગ્સ

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ખેલાડીઓને હવે વધુ સાવચેતી રાખવાનું કહ્યું

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને કહ્યું, "ખબર નથી કે તે કેવી રીતે થયું. ખેલાડીઓ અહીં ચુસ્ત બાયો બબલમાં છે. અને અમે તેમને હવે વધુ સાવચેતી રાખવાનું કહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે વધુ કેસ સામે આવશે નહીં. "અમે ચિંતિત છીએ પરંતુ અત્યારે ગભરાવાની કોઈ વાત નથી. આશા રાખીએ કે હવે એક પણ કેસ ન આવે."

આ પણ વાંચો : IPL 2021: હૈદરાબાદનો દિલ્હી સામે ફ્લોપ શો, હૈદરાબાદ 8 વિકેટે મેચ હાર્યુ

બીસીસીઆઈએ અન્ય ખેલાડીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ મેચ યોજવાનો નિર્ણય કર્યો હતો

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સ્ટેડિયમમાં દર્શકોને મંજૂરી આપવી યોગ્ય નિર્ણય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે પોતાની પ્રથમ મેચ રમી હતી એ પહેલા નટરાજન કોરોના સંક્રમિત થયો હતો. ત્યારે સમગ્ર ટીમ ચુસ્ત બાયો બબલમાં હતી." નટરાજન સાથે, તેમની નજીક આવેલા છ નજીકના લોકોને અલગ રાખવામાં આવ્યા છે. જોકે, બીસીસીઆઈએ અન્ય ખેલાડીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ મેચ યોજવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ, મે મહિનામાં, આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓમાં કોરોના કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલ 2021 મુલતવી રાખી હતી. ચર્ચા બાદ બોર્ડે યુએઈમાં બાકીની મેચો યોજવાનું નક્કી કર્યું.

ABOUT THE AUTHOR

...view details