- IPLમાં આજે રવિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
- મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે
- બન્ને ટીમની ગત મેચમાં હાર થઈ હતી
મુંબઈઃ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ગત મેચોમાં થયેલી હારને ભૂલીને રવિવારે આઈપીએલની 11 મી મેચમાં જીતના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. દિલ્હીને ગત મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પંજાબને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે હરાવી હતી.
દિલ્હીની ટીમની ગત મેચમાં રાજસ્થાન સામે થઈ હતી હાર
ઋષભ પંતના નેતૃત્વ હેઠળની દિલ્હીની ટીમને આઇપીએલની આ સીઝનની તેની પહેલી મેચમાં ચેન્નાઇ સામે જીત મળી હતી, પરંતુ ગત મેચમાં રાજસ્થાનની ટીમ સામે તેની હાર થઈ હતી. દિલ્હીની ટીમે રાજસ્થાનને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, રાજસ્થાનની 42 રનમાં જ પાંચ વિકેટ પડી ગઈ હતી, તેમ છતાં અંતે રાજસ્થાને આ મેચમાં જીત મેળવી હતી અને દિલ્હીની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી
પંજાબની ટીમનુંગત મેચમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું
પંજાબની ટીમનું પ્રદર્શન ગત મેચમાં નિરાશાજનક રહ્યું હતું. પંજાબની ટીમે ચેન્નઈ સામે પ્રથમ બેંટીંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી માત્ર 106 રન જ બનાવી શકી છે. આ મેચ ચેન્નઈની ટીમે આસાનીથી જીતી લીધી હતી. પંજાબે આ સીઝનની પ્રથમ મેચમાં 221 રન બનાવ્યાં હતા પરંતુ ગત મેચમાં તેમની ટીમ દીપક ચહરની સામે તકી શકી ન હતી.
પંજાબની ટીમ માટે મયંક અગ્રવાલનું ફોર્મ ચિંતાનો વિષય
પંજાબની ટીમને આજના મેચમાં કગિસો રબાડા અને એનિચ નોર્ટ્જેનો સામનો કરવો પડશે. પંજાબની ટીમ માટે ઓપનર મયંક અગ્રવાલનું ફોર્મ ચિંતાનો વિષય છે, જે બંને મેચમાં નિષ્ફળ ગયો છે.
આ પણ વાંચોઃ IPL 2021:કિંગ્સ પર ભારે સુપરકિંગ્સ, ધોની સેનાની પહેલી જીત
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઈ
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઈ છે. જેમાં દિલ્હીની ટીમે 11 જ્યારે પંજાબની ટીમે 15 મેચમાં જીત મેળવી છે.
આ મેચ માટે બન્ને ટીમો આ પ્રમાણે છેઃ
પંજાબ કિંગ્સઃ લોકેશ રાહુલ( કેપ્ટન અને વિકેટ કીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, મનદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, નિકોલસ પૂરન( વિકેટ કીપર), સરફરાજ ખાન, દીપક હુડા,મુરગન અશ્વિન, રવિ બિશ્નોઈ, હરપ્રીત બરાર, મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ, ઈશાન પોરેલ, દર્શન નાલ કંડે, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ઝાઈ રિચર્ડસન, શાહરૂખ ખાન, રિલે મેરેદિથ, મોઇઝિસ હેનરિક, જલઝ સક્સેના, ઉત્કર્ષ સિંઘ, ફેબિયન એલન અને સૌરભ કુમાર.
દિલ્હી કેપિટલ્સઃ ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), શિખર ધવન, પૃથ્વી શૉ, અજિંક્ય રહાણે, સ્ટીવન સ્મિથ, સેમ બિલિંગ્સ, શિમરૉન હેટ્મિયર, ઇશાંત શર્મા, કગીસો રબાડા, એરીચ નોર્ત્જે, ઉમેશ યાદવ, ટૉમ કરન, આવેશ ખાન, લલિત યાદવ, પ્રવીણ દુબે, રિપલ પટેલ, લુકમન હુસેન મેરીવાલ, એમ. સિદ્ધાર્થ, માર્કસ સ્ટોઇનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ક્રિસ વોક્સ, વિષ્ણુ વિનોદ (વિકેટકીપર) અને આદિત્ય તારે (વિકેટકીપર).