ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું મોટું નિવેદન, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ નથી કર્યો આગ્રહ

બ્રિટિશ મીડિયાના રિપોર્ટ અનુસાર, BCCI 4 ઓગસ્ટના રોજ શરૂ થનારી સીરીઝને એક સપ્તાહ પહેલા સ્થાનાંતરિત કરવા માંગે છે કે જેથી IPLની બાકીની 31 મેચોનું આયોજન થઈ શકે. પરંતુ આ સમગ્ર મામલે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ આગ્રહ કર્યો નથી.

IPL completion
IPL completion

By

Published : May 21, 2021, 9:31 AM IST

Updated : May 21, 2021, 12:03 PM IST

  • ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું નિવેદન, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ નથી કર્યો આગ્રહ
  • કોવિડ -19 ને કારણે ક્રિકેટ કાર્યક્રમને અસર થઈ છે
  • ન્યુઝીલેન્ડ સામેની મેચ સાઉધમ્પ્ટનમાં 18-22 જૂન સુધી રમાશે

મુંબઈ: ઈગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ શુક્રવારે કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI ) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બાકીની મેચોનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં બદલાવ માટે સત્તાવાર વિનંતી કરી નથી.

આ પણ વાંચો: BCCIએ બાકીની IPL મેચો મુંબઇમાં શિફ્ટ થવાની શક્યતા

કોવિડ -19 ને કારણે ક્રિકેટ કાર્યક્રમને અસર થઈ છે

રિપોર્ટ અનુસાર, મુલતવી રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને પૂર્ણ કરવા માટે, BCCIએ ECBને ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ એક સપ્તાહ અગાઉ કરવાની સંભાવના વિશે પૂછ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'સંબંધિત બોર્ડ વચ્ચે અનૌપચારિક ચર્ચા થઈ છે. કોવિડ -19 મહામારીને કારણે ક્રિકેટ કાર્યક્રમને ખૂબ અસર થઈ છે.'

ન્યુઝીલેન્ડ સામેની મેચ સાઉધમ્પ્ટનમાં 18-22 જૂન સુધી રમાશે

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પૂરો થયા પછી છ અઠવાડિયાના સંભવિત અંતર પર નજર રાખી રહી છે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચ સાઉધમ્પ્ટનમાં 18-22 જૂન સુધી રમાશે.

આ પણ વાંચો: 29 મેના રોજ BCCIની મહત્વપૂર્ણ બેઠક, ટી-20 વર્લ્ડ કપની હોસ્ટિંગ અંગે થશે ચર્ચા

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચ જાણો ક્યા રમાશે

ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની સીરીઝની પ્રથમ મેચ નોટિંગહામ (4 થી 8 ઓગસ્ટ) માં રમાશે. તે પછી લોર્ડ્સ (12-16 ઓગસ્ટ), લીડ્સ (25 થી 29 ઓગસ્ટ), ઓવલ (2 થી 6 સપ્ટેમ્બર) અને માન્ચેસ્ટર (10 થી 14 સપ્ટેમ્બર)માં થશે.

Last Updated : May 21, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details