નવી દિલ્હીઃ આઈપીએલ 2023ની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. આ સિઝનમાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોના નિર્માણથી ટીમોના કેપ્ટન અને ખેલાડીઓને ઘણો ફાયદો થશે. નવા નિયમ હેઠળ ખેલાડીઓ નો બોલ અને વાઈડ બોલ માટે પણ ડીઆરએસ લઈ શકશે. મેદાન પરના અમ્પાયરની નજરથી વાઈડ અને નો બોલને ટાળવું મુશ્કેલ છે. તેમ છતાં અમ્પાયર ભૂલ કરે છે એવું ઘણી વખત જોવા મળ્યું છે. જેને લઇ ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળે છે.
આ પણ વાંચો:GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી
વિકેટકીપર પર પણ રહેશે નજર:વિકેટકીપર પર નજર રાખીએ તો મેચ દરમિયાન જોવા મળ્યું છે કે, ઘણી વખત વિકેટકીપર બેટ્સમેનોને પરેશાન કરવા માટે અજીબોગરીબ કામ કરે છે. આ માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ વખતે વિકેટકીપર પર પણ નજર રહેશે. જો કોઈ વિકેટકીપર સ્ટમ્પ પાછળ 'અયોગ્ય એક્શન' કરતો જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો વિકેટ-કીપર બેટ્સમેન બોલને ફટકારે તે પહેલા ફેરફાર કરે છે, તો તે 'અન્યાયી કાર્યવાહી' ગણવામાં આવશે.