અમદાવાદઃઅમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ મેચ રમાશે. આ સાથે 16મી સીઝનની પૂર્ણાહુતી થશે. રવિવારે સાંજે 7.30 કલાકથી મેચ ચાલું થશે. જ્યારે એ પહેલા 6.00 વાગ્યાથી આખો કાર્યક્રમ લાઈવ થઈ જશે. આ વખતે સ્ટેડિયમ ખીચોખીચ ભરાય એવી પૂરી શક્યતાઓ છે. જ્યારે મેચને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ તરફથી પણ પૂરતી સુરક્ષા કરવામાં આવી છે. ધોનીના ચાહકો ફરીથી ધોની પીળી જર્સીમાં રમે એવું ઈચ્છે છે. હાર્દિક પંડયા તો ત્યાં સુધી કહી ચૂક્યો છે કે, કેપ્ટનશીપના પાઠ મેં ધોની પાસેથી શીખેલા છે.
જે ટીમથી પ્રારંભ એ જ ટીમથી અંતઃઆખરે આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતી થઈ રહી છે. રવિવારે એક અનોખો સંજોગ જોવા મળ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમે પાંચ વખતે ચેમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 62 રનથી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. ખાસ વાત એ છે કે, 16મી સીઝનની શરૂઆત જે બે ટીમ વચ્ચેના મેચથી થઈ હતી એ જ જગ્યા પર બે સમાન ટીમ મેદાને ઊતરી હતી. ઓપનિંગ મેચમાં ચેન્નઈની ટીમે પહેલી બેટિંગ કરીને સાત વિકેટના નુકસાનથી 178 રન કર્યા હતા. એના જવાબમાં ગુજરાતની ટીમે182 માત્ર 19 ઓવરમાં કર્યા હતા. એમાં પણ પાંચ વિકેટનું નુકસાન થયું હતું. પોઈન્ટ ટેબલમાં પણ ચેન્નઈ અને ગુજરાતની ટીમ ટોપમાં રહી છે.
અમદાવાદમાંથી સપોર્ટઃગુજરાત ટાઈટન્સ ભલે એમના હોમ સ્ટેટમાં રમી રહી હોય. પણ આ પહેલા જ્યારે ધોની અમદાવાદ આવ્યો હતો ત્યારે દર્શકો અને ચાહકો તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. આ વખતેની સીઝનમાં પણ ધોનીના ચાહકો ખાસ ધોની માટે સ્ટેડિયમ સુધી આવે એવા પૂરા એંધાણ છે. ગુજરાત ટાઈટન્સ પાસે બોલર્સ જોરદાર છે તો ચેન્નઈની ટીમમાં બેટિંગ લાઈન મજબુત છે. જોવાનું એ રસપ્રદ રહેશે કે, ટક્કર કેવી રહેશે. આ બધા માહોલ વચ્ચે દર્શકોને પૂરતું મનોરંજન મળી રહેશે. ચેન્નઈ અને ગુજરાતની ટીમ ઓપનિંગ મેચ પણ રમેલા છે અને હવે ફાઈનલમાં પણ ટક્કર જોવા મળશે. રસપ્રદ બાબત એ છે કે, બન્ને મેચનું સ્ટેડિયમ પણ એ જ રહ્યું છે.
જોનિતા ગાંધી પર્ફોમ કરશેઃભારતીય મૂળની કેનેડિયન સિંગર જોનીતા ગાંધી અમદાવાદના સ્ટેડિયમમાંથી પર્ફોમન્સ આપશે. જેની સાથે અન્ય કલાકારો પણ જોડાશે. ચેન્નઈ આ ફાઈનલ મેચ જીતશે તો પાંચમી ટ્રોફી ચેન્નઈના નામે લખાશે. જો ગુજરાત ટાઈટન્સ જીતશે તો સતત બીજી ટ્રોફી એના નામે લખાશે. ચેમ્પિયન ટીમને રૂપિયા 20 કરોડ મળશે. જ્યારે રનરઅપ ટીમને રૂપિયા 13 કરોડ મળી રહેશે. પર્પલ કેપ વિજેતાને 15 લાખ મળશે. ઓપનિંગ જોડી પર આધાર રહેશે. ગુજરાતમાંથી સહા અને શુભમન ગીલની જોડી હિટ પુરવાર થઈ છે. જ્યારે ચેન્નઈમાંથી કોન્વે અને ગાયકવાડ પર આધાર રખાશે. આ વખતેની સીઝનમાં એ જોવા મળ્યું છે કે, કોઈ પણ ટીમનો બોલર ગીલને ટક્કર આપી શક્યો નથી. ગીલે પણ દરેકની બોલિંગમાં બેટિંગ કરીને ધોવાણ કર્યું હતું.
- IPL 2023: ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં જાણો કોણ છે આગળ
- Piyush Chawla In IPL 2023: હરભજન સિંહે કહ્યું કે, IPL 2023ના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોએ પીયૂષ ચાવલા સામે સંઘર્ષ કર્યો
- MS Dhoni IPL Retirement : IPLની ફાઈનલ પહેલા ધોનીએ આપ્યા સંન્યાસના સંકેત