ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2022: અજેય ગુજરાત ટાઇટન્સની સામે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આજની મેચ મહત્વની - Kane Williamson

IPL 2022ની 21મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો (Sunrisers Hyderabad vs Gujarat Titans) થશે. ગુજરાત ટાઇટન્સ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની એકમાત્ર એવી ટીમ, છે જે એક પણ મેચ હારી નથી. સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ મેચ રમી છે, જેમાં એકમાં જીત અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2022: અજેય ગુજરાત ટાઇટન્સની સામે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આજની મેચ મહત્વની
IPL 2022: અજેય ગુજરાત ટાઇટન્સની સામે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આજની મેચ મહત્વની

By

Published : Apr 11, 2022, 3:52 PM IST

મુંબઈ: IPL 2022ની 21મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે (Sunrisers Hyderabad vs Gujarat Titans). ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં બંને ટીમનો ઈરાદો જીત નોંધાવવાનો રહેશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. ગુજરાતે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને તમામ જીતી છે.

ગુજરાતનું ટીમે જોરદાર પ્રદર્શન: IPL 2022ની 15મી સિઝનમાં ગુજરાતની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાની ટીમે અત્યાર સુધી સતત ત્રણ મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની શરૂઆત ખરાબ રહી હતી અને તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સે CSK સામે રમાયેલી છેલ્લી મેચમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.

આ પણ વાંચો:Cristiano Ronaldo outburst: રોનાલ્ડોએ ગુસ્સામાં આવી તોડ્યો પ્રશંસકનો ફોન અને પછી માંગી માફી

હૈદરાબાદની શરૂઆત: તમને જણાવી દઈએ કે આજની મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મહત્વની છે. આ મેચ જીતીને ટીમ વધુ બે પોઈન્ટ મેળવવા ઈચ્છશે. IPLની આ સિઝનમાં હૈદરાબાદની ટીમ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી હતી. સનરાઇઝર્સને પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે 61 રને પરાજય આપ્યો હતો. જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને 12 રને હરાવી હતી.

આ પણ વાંચો:આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ

ગુજરાત ટાઇટન્સ જીતની હેટ્રિક: તે જ સમયે, ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans ) IPL 2022માં જીતની હેટ્રિક સાથે શાનદાર શરૂઆત કરી હતી. ટાઇટન્સે પોતાની પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સનો 14 રને પરાજય થયો હતો. આ પછી ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટે કચડી નાખ્યું હતું.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન:શુભમન ગિલ, રહેમાનુલ્લા ગુરબાઝ (wk), સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, દર્શન નલકાંડે અને મોહમ્મદ શમી.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન:અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (wk), શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન, ઉમરાન મલિક અને ટી નટરાજન.

ABOUT THE AUTHOR

...view details