ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2022: અમદાવાદમાં ભારતીય ક્રિકેટના 75 વર્ષની થઈ ઉજવણી, રણવીર અને રહેમાને મચાવી ધૂમ - રાજસ્થાન રોયલ્સ

IPL 2022ની ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં AR રહેમાન, નીતિ મોહન, મોહિત ચૌહાણ અને રણવીર સિંહ જેવા સ્ટાર્સે ધૂમ મચાવી હતી. આ પ્રસંગે ભારતીય ક્રિકેટના 75 વર્ષની ઉજવણી (Celebrating 75 years of Indian cricket) પણ કરવામાં આવી હતી.

IPL 2022: અમદાવાદમાં ભારતીય ક્રિકેટના 75 વર્ષની થઈ ઉજવણી, રણવીર અને રહેમાને મચાવી ધૂમ
IPL 2022: અમદાવાદમાં ભારતીય ક્રિકેટના 75 વર્ષની થઈ ઉજવણી, રણવીર અને રહેમાને મચાવી ધૂમ

By

Published : May 30, 2022, 11:39 AM IST

અમદાવાદઃ IPL 2022ની ફાઈનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઇટલ મેચ આજે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સમાપન સમારોહ સાંજે 6.25 મિનિટથી શરૂ થયો હતો. આ કાર્યક્રમ લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો હતો અને મેચનો ટોસ સાંજે 7.30 વાગ્યે કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં એઆર રહેમાન, મોહિત ચૌહાણ અને નીતિ મોહને પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો. આ ઉપરાંત, રણવીર સિંહે તેના દમદાર અને જુસ્સાદાર પ્રદર્શનથી સ્ટેડિયમમાં ધૂમ મચાવી હતી.

આ પણ વાંચો:W T 20 Challenge : સુપરનોવાજ ત્રીજી વખત બન્યું ચેમ્પિયન, વેલોસિટીને 4 રનથી હરાવ્યું

IPL એ સૌથી મોટી ક્રિકેટ જર્સીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: ક્લોઝિંગ સેરેમની (IPL 2022 Closing Ceremony) દરમિયાન IPL એ સૌથી મોટી જર્સીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સમાપન સમારોહ પહેલા આખા સ્ટેડિયમમાં જર્સી પ્રદર્શિત કરવામાં આવી હતી. IPLની તમામ 10 ટીમોના લોગો જર્સીમાં બનાવવામાં આવ્યા છે. આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં BCCIના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સામેલ હતા, જેમાં પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, સચિવ જય શાહ, આઈપીએલ પ્રમુખ બ્રિજેશ પટેલ સહિત અન્ય લોકો સામેલ હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને રાજ્યની કેટલીક રાજકીય હસ્તીઓએ પણ આ મેચમાં ભાગ લીધો. સમાપન સમારોહની શરૂઆત પહેલા BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને IPLના પ્રમુખ બ્રિજેશ પટેલે ગીનીસ રેકોર્ડ મેળવ્યો હતો.

આ પણ વાંચો:આ જગ્યાએ આવીને કેરી ખાઈને નહીં પણ જોઈને જ ધરાઈ જશો, CMએ મહોત્સવનો કર્યો પ્રારંભ

રણવીર સિંહે કર્યું હતું પરફોર્મ:કોરોના મહામારીને કારણે છેલ્લી ત્રણ સિઝનમાં સમાપન સમારોહ તેનું આયોજન થઈ શક્યું નથી. સમાપન સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટના 75 વર્ષની ઉજવણી (Celebrating 75 years of Indian cricket) વિશેષ રીતે કરવામાં આવી હતી. સ્ટેડિયમમાં સમગ્ર ક્રિકેટના પ્રવાસનો પુરો વીડિયો બતાવવામાં આવ્યો હતો. 1 મિનિટ અને 8 સેકન્ડના વીડિયોમાં ભારતીય ક્રિકેટની ખાસ ક્ષણ બતાવવામાં આવી હતી. એ.આર. રહેમાને સમાપન સમારોહમાં ધૂમ મચાવી હતી. જય હો ગીત પર સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઝુમી ઉઠ્યું હતું. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત (Gujarat Titans) વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે લગભગ 1 લાખ 25 હજાર દર્શકો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. રણવીર સિંહે ભારત જીતેગામાં પરફોર્મ કર્યું હતું અને પૂરા સ્ટેડિયમને જુસ્સાથી ભરી દીધુ હતું.

ABOUT THE AUTHOR

...view details