દુબઈ : રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ દુબઈમાં રમાયેલી દિલ્હી કેપ્ટિલ વિરુદ્ધના મેચમાં એક મોટો રેકોર્ડ નોંધ્યો છે.દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 10 રન બનાવતા જ એક ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલી T-20માં 9000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.
આ મેચ પહેલા વિરાટ કોહલીના નામે આઈપીએલમાં 181 મેચમાં 55002 રન હતા. કોહલી T-20માં 9000 રન બનાવનાર 7મો બેટ્સમેન છે. તેમને આ આંકડો 271 મેચમાં પાર કર્યો હતો. મેચ પહેલા 270 રનની ઇનિંગમાં કોહલીના નામે T-20 ક્રિકેટમાં 41.05ની સરેરાશથી 8990 રન કર્યા હતા.
T-20 ક્રિકેટમાં સૌથી વધુ રનની વાત કરીએ તો ક્રિસ ગિલ આ લીસ્ટમાં સૌથી આગળ છે. ગેલના નામે 404 મુકાબલામાં 13296 રન છે. ત્યારબાદ કાયરન પોલાર્ડ 10370 રન બનાવી બીજા સ્થાન પર છે. પોલાર્ડે કુલ 517 મેચ રમી છે. શોએબ મલિક 9926, બ્રૈંડન મૈકલમ 9922, ડેવિડ વૉર્નર 9451 અને આરોન ફિંચ 9148 રન ફટકારી આ લીસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
આ સિવાય કોહલી આઈપીએલમાં 200 છગ્ગા પુરા કરવાના આંકડા નજીક છે. કોહલી આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસ્ટમેનની યાદીમાં 6ઠ્ઠા સ્થાન પર છે. તેમના નામે આઈપીએલમાં કુલ 192 છગ્ગા છે. જો કોહલી 8 છગ્ગા ફટકારે છે. તો તે આઈપીએલમાં 200 છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બેટસ્મેન હશે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને રોહિત શર્મા વધુ છગ્ગા ફટકાર્યા છે.