અબુ ધાબી: IPL સિઝન-13માં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાશે. કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ બન્ને ટીમ તેને અગાઉની મેચોમાં મળેલી હારને પાછળ છોડી નવી શરૂઆત કરવા માગે છે.
IPL સિઝન-13: આજે કિંગ્સ ઈલેવન અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો - ઇશાન કિશન
IPL સિઝન-13માં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાશે. કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઇ ઈન્ડિયન્સ બન્ને ટીમ તેને અગાઉની મેચોમાં મળેલી હારને પાછળ છોડી નવી શરૂઆત કરવા માગે છે.

KXIP vs MI
કિંગ્સ ઈલેવન પંજાબને તેની ગત મેચમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા હાર મળી હતી. KXIPએ 223 રન બનાવ્યા છતાં તેનો પરાજય થયો હતો. IPLની આ સૌથી મોટી જીત હતી.
મયંક અગ્રવાલની સદી અને કેપ્ટન લોકેશ રાહુલની શાનદાર ઈનિંગ્સની મદદથી પંજાબે પ્રથમ બેટિંગ કરીને વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, રાહુલ તેવટાયાના અવિશ્વસનીય પ્રદર્શન બાદ રાજસ્થાન તે લક્ષ્યને હાંસિલ કરી પંજાબને હરાવવામાં સફળ થયુ હતું.