ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPLની હરાજી વિશે મને કંઈ જ ખબર નથી: હમુના વિહારી - ક્રિકેટ ન્યૂઝ

કલકત્તાઃ ભારતીય ક્રિકેટર હમુના વિહારીને IPLની ફ્રેન્ચાઈઝીએ ખરીદી લીધા છે. જે અંગે વાત કરતાં વિહારીએ કહ્યું હતું કે, "IPLની હરાજી વિશે કંઈ ખબર નથી. હું હાલ ન્યૂઝીલેન્ડમાં યોજાનારી ટેસ્ટ સીરીઝમાં મારું શ્રેષ્ઠ પ્રદાન આપવા માટે મહેનત કરી રહ્યો છું."

હમુના વિહારી
હમુના વિહારી

By

Published : Dec 29, 2019, 1:56 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

IPLએ ક્રિકેટ જગત એક અલગ જ સીઝન છે. જેમાં દુનિયાભરમાં ક્રિકેટરો પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા એક નવી ઓળખ મેળવે છે. ટૂંક સમયમાં જ IPL શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ક્રિકેટરોને લઈ હરાજી કરવામાં આવે છે. જેમાં IPLની ફ્રેન્ચાઈઝીએ તેમને ખરીદી લીધા છે.

અગાઉ દિલ્હી કેપિટલ્સ દ્વારા ખેલાડીને 2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ ફ્રેન્ચાઈઝી સાથે રિલીઝ થયા બાદ તેમણે પોતાની 50 લાખ કિંમત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એક પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવાનો કોઈ રસ દાખવ્યો નહોતો.

બંગાળ વિરૂદ્ધની રણજી મેચ બાદ આંધ્ર પ્રદેશ ટીમ સાથેના એક ઈન્ટરવ્યૂમાં આ ખેલાડીએ જણાવ્યું હતું કે," હું IPLની હરાજી પર નિયંત્રણ રાખી શકતો નથી. તેના પર હું કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી. મારું કામ મેચ રમવાનું અને જીત મેળવાનું છે. મેં રાજ્યની સીમિત ઓવરોના ફોર્મેટમાં મેચ રમી છે. જો મને તક મળશે તો ભારતીય ટીમમાં હું મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ."

ઉલ્લેનીય છે કે, વિહારીએ ભારત માટે 7 ટેસ્ટ મેચ રમી છે. ટી-20માં ચાર અર્ધશતક તેના નામે છે. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 112થી વધુ છે. હાલ તે ન્યૂઝીલેન્ડમાં થનારી ટેસ્ટ સીરીઝમાં (ફેબ્રુઆરી-માર્ચ )મેચમાં કપ્તાની કરશે.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details