ગુજરાત

gujarat

ETV Bharat / sports

મેક્સવેલના કારણે ટીમ સંતુલિત રહે છેઃ કે. એલ. રાહુલ - ગ્લેન મેક્સવેલ પર કે એલ રાહુલ

આઈપીએલની 38 મેચમાં ટેબલ ટોપર્સ દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી માત આપ્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કે. એલ. રાહુલે ગ્લેન મેક્સવેલના વખાણ કર્યા હતા. રાહુલે કહ્યું, મેક્સવેલના કારણે ટીમ સંતુલિત રહે છે અને જીત અપાવવામાં મેક્સવેલની મહત્ત્વની ભૂમિકા રહી છે.

મેક્સવેલના કારણે ટીમ સંતુલિત રહે છેઃ કે. એલ. રાહુલ
મેક્સવેલના કારણે ટીમ સંતુલિત રહે છેઃ કે. એલ. રાહુલ

By

Published : Oct 21, 2020, 3:28 PM IST

  • કે. એલ. રાહુલે મેક્સવેલના કર્યા વખાણ
  • કિંગ્સ ઈલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
  • પંજાબની જીતમાં મેક્સવેલની મહત્ત્વની ભૂમિકાઃ રાહુલ

દુબઈઃ દિલ્હી સામે મળેલા વિજયથી કેપ્ટન કે. એલ. રાહુલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. રાહુલે ગ્લેન મેક્સવેલનો બચાવ પણ કર્યો હતો. મેક્સવેલે નિકોલસ પૂરનની સાથે મલીને 69 રનની ભાગીદારી કરી મેચને પંજાબના નામે કરી દીધી હતી. મોટા મોટા બેટ્સમેનોની વિકેટ પડ્યા બાદ નિકોલસ પૂરન (69) અને ગ્લેન મેક્સવેલ (32)એ મોરચો સંભાળી લીધો. પૂરને 28 બોલમાં 6 ચોકા અને 3 છગ્ગા ફટકારી 53 રન બનાવી લીધા. જ્યારે મેક્સવેલે 24 બોલમાં 3 ચોકાની મદદથી 32 રન બનાવ્યા અને પૂરનને સાથ આપ્યો. દિલ્હી સામે મળેલી જીતથી કેપ્ટન કે.એલ. રાહુલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.

મેક્સવેલના કારણે ટીમ સંતુલિત રહે છેઃ કે. એલ. રાહુલ

એક સમયે હવે એક જ મેચ પર ધ્યાન આપીશુંઃ રાહુલ

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં રાહુલે કહ્યું, ગ્લેન નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યા છે. તેઓ એક મહાન ટીમ મેન છે અને અમે જાણીએ છીએ કે તેમના કારણે ટીમ સંતુલિત રહે છે. છેલ્લી કેટલીક મેચોથી વાત થઈ રહી હતી કે, અમને ટેબલ પર બેઠી બે ટોપ ટીમને હરાવવી પડશે. હું છેલ્લી મેચ બાદ સરખી રીતે સુઈ પણ નહતો શક્યો. અમે મેચ પહેલા જ પતાવી દેવી હતી, અમારે મેચને સુપર ઓવરમાં નહતી જવા દેવા માગતા. ગેમ અમને વિનમ્ર રહેવાનું યાદ અપાવે છે. હવે અમે એક સમયે એક જ મેચ પર ધ્યાન આપીશું. આની પહેલા દિલ્લીએ ટોસ જીતીને પહેલા શિખર ધવન (106 નોટઆઉટ)ની સદી સાથે 164 રન બનાવ્યા હતા. પોતાની આ સદી સાથે શિખર ધવને આઈપીએલમાં 5 હજાર રન પૂર્ણ કરી દીધા છે અને આ લીગના ઈતિહાસમાં સતત 2 સદી બનાવનારા પહેલા બેટ્સમેન બની ગયા છે. ધવન લીગમાં 5 હજાર અને તેનાથી વધારે રન બનાવનારા પાંચમા ખેલાડી પણ બની ગયા છે.

પંજાબની ટીમ પહોંચી ટોપ 5માં

દિલ્હી સામે મળેલી જીત બાદ રાહુલે કહ્યું, ખાસ કરીને જ્યારે તમે 6 બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર સાથે રમતા હોય, તો આવા સમયે ઉપરના ચાર બેટ્સમેનમાંથી કોઈ એકનું પણ ચાલવું ખૂબ જ જરૂરી હોય છે. આના પર અમે ધ્યાન આપવું પડશે. બોલરોની પ્રશંસા કરતા કેપ્ટને કહ્યું, શમી છેલ્લી મેચ બાદ આ મુકાબલામાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આવ્યા હતા. અર્શદીપે પાવરપ્લેમાં 2 ઓવર અને એક ઓવર ડેથમાં નાખી. તેણે 6 સટિક યોર્કર પણ ફેંક્યા હતા. તમને જણાવી દઈએ કે, પંજાબ પોતાની આગામી મેચ 24 ઓક્ટોબરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. હાલમાં પંજાબની ટીમ 10માંથી 4 મેચ જીતીને ટોપ 5માં પહોંચી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details